બીલખામાં લોખંડી પુરૂષ વલ્લભભાઈ પટેલની ૧૪૮મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી

0

બીલખામાં આવેલા લેઉઆ પટેલ સમાજની વાડીમાં અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરૂષ વલ્લભભાઈ પટેલની ૧૪૮મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ગઈકાલે સાંજે પ વાગ્યે વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરી પુજન અર્ચન કરવામાં આવ્યું હતું. બાદમાં વિદ્યાર્થી ભાઈ-બહેનો દ્વારા સરદાર સાહેબના જીવન વિશે વકતવ્યો આપ્યા હતા.
આજના પ્રસંગે રાસ-ગરબાનું પણ આયોજન કરવામાં આવેલ બાદમાં સમુહ પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યા હતા.
આ ઉજવણીમાં બીલખા અને આસપાસના ગામોના આમંત્રીત મહેમાનો અને આ વિસ્તારની ખોડલધામ સમિતીના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

error: Content is protected !!