મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય મંત્રી અને અમદાવાદના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા પણ આ મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યાં હતાં. મુખ્યમંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રાજવી પરિવારના વંશજાેનું સન્માન કરવામાં આવ્યું હતું. સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે, અખંડ ભારતના શિલ્પી અને લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૯મી જન્મજયંતી આપણે ઉજવી રહ્યા છીએ. સરદાર વલ્લભભાઈ પટેલે એક અને અખંડ ભારતનું નિર્માણ કરેલું. આજે ગુજરાતના પનોતા પુત્ર અને આપણા યશસ્વી વડાપ્રધાન એક ભારત, શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં સતત પ્રયત્નશીલ છે. અખંડ ભારતના નિર્માણમાં રજવાડાઓના રાજવીઓના યોગદાન વિશે વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સ્વતંત્રતા બાદ દેશની એકતા અને અખંડિતતા માટે સરદાર વલ્લભભાઈ પટેલે રજવાડાઓના વિલીનીકરણની મુહિમ ચલાવેલી. દેશના રાજવીઓએ પોતાના રજવાડાંઓ, પોતાની સત્તા અને મિલકતને દેશને સમર્પિત કરીને ઉદારતા, દેશભક્તિ, રાષ્ટ્રચેતના અને ત્યાગનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડેલું. આવા રાજવીઓના વંશજના સન્માનનો આ કાર્યક્રમ માનનીય વડાપ્રધાનના વિકાસથી વિરાસતના સંકલ્પને પરિપૂર્ણ કરવા તરફ પ્રતિબદ્ધતા દર્શાવે છે એમ તેમણે ઉમેર્યું હતું. વધુમાં વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતના રજવાડાઓના અને રાજવીઓના ઇતિહાસને અમર રાખવાના ધ્યેય સાથે માનનીય વડાપ્રધાનના માર્ગદર્શનમાં એકતાનગર ખાતે એક અનોખું મ્યુઝિયમ બનાવવામાં આવનાર છે. અનેક ક્રાંતિકારીઓ અને વીર સપૂતોના બલિદાન થકી મળેલા સ્વરાજને સુરાજ્ય બનાવવાની સંકલ્પના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં દરેક નાગરિકમાં નેશન ફર્સ્ટ અને રાષ્ટ્ર ચેતનાનો ભાવ જગાડીને સાકાર કરવામાં આવી રહી છે. જ્ઞાતિ – જાતિ, ધર્મ – સંપ્રદાય, ઉંચનીચના ભેદભાવ મિટાવી દઈને સૌના સાથ, સૌના વિકાસના ધ્યેયમંત્ર સાથે વિકાસની રાજનીતિ માનનીય વડાપ્રધાનએ વિકસાવી છે. સરદાર પટેલ જયંતિની ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવણી વિશે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સૌ દેશવાસીઓમાં સાથે મળીને, એક બનીને , નેક બનીને રાષ્ટ્રનિર્માણમાં જાેડાવાની ચેતના સરદાર પટેલ સાહેબે જગાવેલી, જેના ભાગરૂપે તેમની જન્મજયંતીને આપણે એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ. આ દિવસે આપણે સૌ સાથે મળીને દેશની એકતા અને અખંડિતતાના સામૂહિક શપથ લઈને સરદાર પટેલ સાહેબના વિચારો અને વ્યક્તિત્વને વંદન કરીએ છીએ એમ તેમણે ઉમેર્યું હતું તથા યુવાઓમાં રાષ્ટ્ર ચેતના જગાવતા આવા મહાસંમેલનના આયોજન બદલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને શુભકામનાઓ પણ પાઠવી હતી. વધુમાં વાત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, આજે રાષ્ટ્ર્રીય એકતા દિવસ નિમિતે દિલ્હીમાં કર્તવ્યપથ પર અમૃત કળશ યાત્રાઓને આવકારીને ‘મારી માટી, મારો દેશ’ અભિયાનના સમાપનનો ભવ્ય કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે. આ તકે યુવાઓ માટે મેરા યુવા ભારત સંગઠનની પણ જાહેરાત કરવામાં આવનાર છે. આવા કાર્યક્રમો દેશના યુવાઓમાં રાષ્ટ્ર ચેતના જગાવવાનું મહત્વનું કાર્ય કરે છે એમ તેમણે ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર પટેલ જયંતિ નિમિતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા મહાસંમેલનના આયોજન થકી ‘સરદાર પટેલ જયંતિ’ ની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી. આ મહાસંમેલનમાં જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી રાજવી પરિવારના વંશજાે સહભાગી થયા હતા. આ પ્રસંગે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના ધ્યેય સૂત્ર સાથે યોજાયેલી રેલીમાં ૧૦,૦૦૦ જેટલી કાર જાેડાઈ હતી, જેણે ગોલ્ડન બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ પ્રસંગે યોજાયેલા સરદાર પટેલ ગૌરવગાથા કાર્યક્રમમાં અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના અનેક પ્રસંગો અને અજાણી વાતો રજૂ કરવામાં આવ્યા હતા. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉમા સૃષ્ટિ મેગેઝિનના સરદાર પટેલ વિશેષાંકનું પણ આ પ્રસંગે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ના હસ્તે ૈંછજી ટ્રેનીંગ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા યોજાનારા ઓલમ્પિયાડ રમત મહોત્સવનું પ્રિ-લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યસભા સાંસદ અને વાંકાનેરના રાજવી વંશજ મહારાણા રાજસાહેબ કેસરીદેવસિંહજીએ જણાવ્યું કે, દેશ આઝાદ થયો ત્યારે એક શાસન અને એક સરહદના અનેક વિકટ પ્રશ્નો વચ્ચે સરદાર પટેલે ૫૬૨ રજવાડાંઓને એકસાથે લાવીને અખંડ ભારતનું નિર્માણ કરવામાં પ્રમુખ યોગદાન આપેલું. એટલે જ, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મજયંતી આપણે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવીએ છીએ. રાષ્ટ્રનિર્માણ માટે રજવાડાંઓએ આપેલ ત્યાગ અને દેશપ્રેમની ભાવનાને મૂલવવાનો અને સન્માન કરવાનો આ મહાસંમેલન કાર્યક્રમ પ્રસંશનીય છે. આ પ્રસંગે મહારાણા પ્રતાપના વંશજ એવા મહારાજ કુમાર સાહેબ ડો. લક્ષ્યરાજ સિંહજીએ જણાવ્યું કે, સરદાર
પટેલ અને ગાંધીજીની આ ભૂમિ પર રાજવી પરિવારના વંશજાેના સન્માનનો આ અનોખો કાર્યક્રમ સામાજિક સમરસતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. દેશની આઝાદીમાં અને આઝાદી બાદ અખંડ ભારતના નિર્માણમાં અનેક રાજવી પરિવારો અને વીર રાજાઓનું મહામૂલું યોગદાન રહેલું છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના કર્મઠ નેતૃત્વમાં આજે વૈશ્વિક સ્તરે ભારતની નોંધ લેવાય છે, દેશનું સન્માન અને કદ વિશ્વભરમાં અનેકગણું વધ્યું છે. આ પ્રસંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર. પી. પટેલે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, અખંડ ભારતના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવનારા ૫૧ જેટલાં રાજા-રાજવીઓના પરિવારોના વંશજાેએ આજે આ મહાસંમેલનમાં ઉત્સાહભેર સહભાગી થઈને આગવી સામાજિક સમરસતાનું ઉદાહણ પૂરું પાડ્યું છે. અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના ધૈર્ય, સાહસ, ત્યાગ, સમર્પણ, દ્રઢ મનોબળ અને આગવી કોઠાસૂઝ જેવા ગુણો આજના યુવાઓમાં જગાડીને યુવાનોમાં રાષ્ટ્ર ચેતના જગાડવાનો આ કાર્યક્રમનો ઉદ્દેશ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલના માર્ગદર્શન અને કુશળ નેતૃત્વમાં આજે રાજ્ય અને દેશના સૌ સમાજ એકસાથે આવીને આધ્યાત્મિક ચેતના થકી રાષ્ટ્રચેતના જગાવીને રાષ્ટ્રનિર્માણમાં સહભાગી થઈ રહ્યાં છે અને પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપી રહ્યાં છે એમ તેમણે ઉમેર્યું હતું.