જૂનાગઢમાં ગાડી રાખવા પ્રશ્ને હુમલો : સામસામી નોંધાઈ ફરિયાદ

0

જૂનાગઢ શહેરમાં ઈન્દીરાનગર બિલખા રોડ ઉપર ગાડી રાખવા પ્રશ્ને હુમલાનો બનાવ બનવા પામેલ છે અને સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે સી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર બિલખા રોડ ઉપર શેરી નં-૧ ઈન્દીરાનગર ખાતે રહેતા પરેશભાઈ બાબુભાઈ(ઉ.વ.૩૯)એ રહીમભાઈ ઓસમાણભાઈ દોદાઈ, સલમાન રહીમભાઈ દોદાઈ રહે. બંને શેરી નં-૧ ઈન્દીરાનગર બિલખા રોડ તથા ત્રણ અજાણ્યા ઈસમો વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરીયાદી સાથે આ કામના આરોપી નં.-તે એવીરીતે આ કામના ફરીયાદી સાથે આ કામના આરોપી નં-૧નાઓએ પોતાના ઘર પાસે ગાડી ન રાખવા બાબતે ફરીયાદી સાથે માથાકુટ કરી ફરીયાદીને તથા ફરીયાદીના નાનાભાઇને જાપટો મારી બાદ આરોપી નં-૧ તથા આરોપી નં-૨ તથા આરોપી ત્રણ અજાણ્યા ઇસમો સાથે મળી લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ અને સળીયા સાથે રાખી ગેરકાયદેસર મંડળી રચી આરોપી નં-૧નાએ આ કામના ફરીયાદીને લાકડાના ધોકા વડે જમણા હાથમા કાંડાની ઉપરના ભાગે ઇજા પહોંચાડી ફ્રેકચર કરી તથા ફરીયાદીના ભાઇને અજાણ્યા ઇસમે લોખંડના પાઇપ વડે ડાબી આંખની ઉપરના ભાગે તથા પાછળ વાંસાના ભાગે ઇજા પહોંચાડી તેમજ આ લોકોના વધુ મારમાથી છોડાવવા ફરીયાદીના કૌટુંબીક ભાભી તથા ફરીયાદીના નાનાભાઇના પત્ની તથા ફરીયાદી તથા ફરીયાદીના નાનાભાઇને ઉપરોક્ત પાંચેય આરોપીઓએ સાથે મળી શરીરે આડેધડ મુંઢ માર મારી ફરીયાદીના પત્નીને પાછળ વાંસાના ભાગે તથા ડાબા હાથમાં લાકડી વડે ઇજાઓ કરી ગાળો આપી ગેરકાયદેસર મંડળી રચી જાહેરમાં હથીયારો રાખી જીલ્લા મેજી.ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે ઈપીકો કલમ ૩રપ, ૩ર૪, ૩ર૩, ર૯૪(ખ), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, જીપી એકટ કલમ ૧૩પ મુજબ ગુનો દાખલ કરેલ છે. જયારે આ બનાવના અનુસંધાને રહીમભાઈ ઓસમાણભાઈ દોદાઈ(મલેક)(ઉ.વ.પ૦) રહે.શેરી નં-૧ ઈન્દીરાનગર વાળાએ પરેશ ઉર્ફે પવો કોળી, શૈલેષ કોળી રહે.બંને શેરી નં-૧ ઈન્દીરાનગર બિલખા રોડ વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરીયાદી સાથે આ કામના આરોપી નં.-૧નાઓએ પોતાના ઘર પાસે ગાડી ન રાખવા બાબતે ફરીયાદી સાથે માથાકુટ કરી ફરીયાદીને તથા ફરીયાદીના નાનાભાઇને જાપટો મારી બાદ આરોપી નં-૧ તથા આરોપી નં-૨ તથા આરોપી ત્રણ અજાણ્યા ઇસમો સાથે મળી લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ અને સળીયા સાથે રાખી ગેરકાયદેસર મંડળી રચી આરોપી નં-૧નાએ આ કામના ફરીયાદીને લાકડાના ધોકા વડે જમણા હાથમા કાંડાની ઉપરના ભાગે ઇજા પહોંચાડી ફ્રેકચર કરી તથા ફરીયાદીના ભાઇને અજાણ્યા ઇસમે લોખંડના પાઇપ વડે ડાબી આંખની ઉપરના ભાગે તથા પાછળ વાંસાના ભાગે ઇજા પહોંચાડી તેમજ આ લોકોના વધુ મારમાથી છોડાવવા ફરીયાદીના કૌટુંબીક ભાભી તથા ફરીયાદીના નાનાભાઇના પત્ની તથા ફરયાદી તથા ફરીયાદીના નાનાભાઇને ઉપરોક્ત પાંચેય આરોપીઓએ સાથે મળી શરીરે આડેધડ મુંઢ માર મારી ફરીયાદીના નાનાભાઇના પત્નીને પાછળ વાંસાના ભાગે તથા ડાબા હાથમાં લાકડી વડે ઇજાઓ કરી ગાળો આપી ગેરકાયદેસ મંડળી રચી જાહેરમાં હથીયારો રાખી જીલ્લા મેજી.ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે ઈપીકો કલમ ૩ર૩, ર૯૪(બી), ૧૧૪, જીપી એકટ ૧૩પ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.વી. આહિર ચલાવી રહ્યા છે.

error: Content is protected !!