જૂનાગઢમાં એચડીએફસી બેંકના કર્મચારી દ્વારા રૂા.૧પ.ર૮ લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગે ફરિયાદ

0

જૂનાગઢમાં એચડીએફસી બેંકના એક કર્મચારીએ નેટ બેંકિંગ મારફતે એફડી તોડી અને તેની રકમ ટ્રાન્સફર કરી અને છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાતા ચકચાર જાગી ઉઠી છે. આ બનાવ અંગે સી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર નયનભાઈ પરષોતમભાઈ સવસાણી પટેલ(ઉ.વ.૪૧) ધંધો ટયુશન કલાસીસ રહેવાસી બ્લોક નં-૩૦૪, શાંતીવન ફલેટ એપાર્ટમેન્ટ, અક્ષર મંદિરવાળી શેરી, હરીઓમનગર વાળાએ રાજભાઈ યોગેશભાઈ મણીયાર રહે.બ્લોક નં-૬૦૧, નોબલ ટાવર સીટી હોસ્પિટલ સામે, નહેરૂ પાર્ક સોસાયટી, જૂનાગઢવાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના આરોપી એચ.ડી.એફ.સી.બેંકના કર્મચારી રાજભાઇ યોગેશભાઇ મણીયાર રહે.જૂનાગઢ બ્લોક નં.૬૦૧ નોબલ ટાવર, સીટી હોસ્પીટલ સામે, નેહરૂ પાર્ક સોસાયટી મો.નં.૮૧૪૧૨૨૨૨૦૧ વાળા પાસે આ કામના ફરીયાદીએ એચ.ડી.એફ.સી. બેંકમાં અલગ અલગ સમયે કુલ રૂા.૧૫,૨૫,૦૦૦/-ની ફીક્સ ડીપોઝીટ કરાવેલ હોય જે ફીક્સ ડીપોઝીટની રકમ તથા તેમા જમા થયેલ વ્યાજ મળી કુલ રૂા.૧૫,૨૮,૦૦૦/-ની ફીક્સ ડીપોઝીટ ગઇ તા.૧૮-૯-૨૦૨૩ ના આરોપી દ્વારા ફરીયાદીના મોબાઇલનો ઉપયોગ કરી નેટ બેંકીંગ મારફતે એફ.ડી. તોડી તેની રકમ ફરીયાદીના સેવીંગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી અને અગાઉ ફરીયાદીને વિશ્વાસ આપી તેની પાસેથી આરોપીએ એકાઉન્ટ મેન્ટેન્સ ચાર્જના રૂા.૧૬૦૦/-ના ભરવા પડે તે બહાને ફરીયાદીની સહી વાળો ચેક નં.૦૦૦૦૦૨નો મેળવી જે ફરીયાદીની જાણ બહાર તે ચેક મારફતે ફરીયાદીના સેવીંગ એકાઉન્ટમાંથી રૂા.૧૫,૨૮,૦૦૦/- ઉપાડી લઇ ફરીયાદી સાથે આરોપીએ એક બેંક કર્મચારીની હેસીયતથી છેતરપીંડી વિશ્વાસઘાત કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે ઈપીકો કલમ ૪૦૯ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.કે. ઉંજીયા ચલાવી રહ્યા છે.

error: Content is protected !!