આ ઝુંબેશમાં ભાગ લેવા માટે ૧૮ હજારથી વધુ લોકોએ નામ નોંધાવ્યા : જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સફળ બનાવવા તડામાર તૈયારી
જૂનાગઢ શહેર અને જીલ્લામાં નશીલા પદાર્થોની ગેરકાનુની પ્રવૃતિ સામે કડક કાર્યવાહી તેમજ નશાની લતમાં ચડી ગયેલા યુવાનોને નશાની આદતમાંથી મુકત કરવા તેમજ નશામુકત જૂનાગઢ બનાવવા માટે એક અભિયાન હાથ ધરવામાં આવેલ છે. જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના સીધા માર્ગદર્શન હેઠળ આગામી તા.૪ નવેમ્બરના જૂનાગઢ શહેરમાં ડ્રગ્સની વિરૂધ્ધ રન ફોર જૂનાગઢના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અને જે અંગેની તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે. આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર ડ્રગ્સની વિરૂધ્ધ રન ફોર જૂનાગઢને લઈ પોલીસ વિભાગ દ્વારા લોકગાયકો, આગેવાનો વગેરેના સહકારથી જાેરદાર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રન ફોર જૂનાગઢ માટે ૧૮ હજારથી વધુ લોકોએ ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવી અદમ્ય ઉત્સાહ સાથે પ્રતિસાદ આપ્યો છે. જૂનાગઢ જીલ્લામાં નશીલા પદાર્થોની બદી નાબૂદ કરવા, યુવા પેઢીને નશાની ચુંગાલમાંથી બચાવવા તથા રસીલા પદાર્થોનું વેંચાણ ખર્ચા ઈસમોને પકડી તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવા ઉપરાંત સાયબર ક્રાઈમના બનાવોને બનતા અટકાવવા, લોકોને સાયબર ક્રાઈમ અંગે જાગૃત કરવા પોલીસ વિભાગ દ્વારા આગામી તા.૪ નવેમ્બરના રોજ સાંજે પ વાગ્યાથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતેથી પાંચ કિલોમીટર ફન રન અને ૧૦ કિલોમીટરની કોમ્પિટિશન રનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઈવેન્ટમાં જે લોકો ભાગ લઈ રહ્યા નથી તેઓ માટે ઈવેન્ટના રૂટ ઉપર કુલ રપ સ્ટેજ બનાવવામાં આવ્યા છે. અહિં વિવિધ સંસ્થા દ્વારા રંગારંગ કાર્યક્રમો રજુ થશે. અત્રેથી લોકો રનર્સનો ઉત્સાહ વધારી શકાશે. શનિવારે આયોજીત રન ફોર જૂનાગઢનો પ્રારંભ મ્યુઝીક અને ડાન્સ સાથે થશે. નશા મુક્ત જૂનાગઢ અને ડ્રગ્સની વિરૂધ્ધ યોજાનાર રન ફોર જૂનાગઢમાં જાેડાવવા માટે આમ જનતાને અપીલ કરવામાં આવી છે. જે લોકોએ આ ઈવેન્ટમાં પાંચ કિલોમીટરનું રજીસ્ટ્રેશન કરાવેલ છે તેઓએ બીબ કલેકશન તા.૧થી ૩ નવેમ્બરના રોજ બપોરે ર વાગ્યાથી રાત્રીના ૧૦ વાગ્યા સુધીમાં અને ૧૦ કિલોમીટરની દોડ માટે રજીસ્ટ્રેશન કરાવનાર લોકોએ બીબ કલેકશન તા.ર અને ૩ નવેમ્બરના રોજ બપોરે ર થી ૧૦ દરમ્યાન રૂબરૂમાં કોમ્યુનિટી હોલ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતેથી મેળવી લેવા અનુરોધ કરાયો છે.