માંગરોળમાં ચાર માસના ચડત વેતન ચુકવવા, કોન્ટ્રાક્ટ પધ્ધતિ નાબુદ કરવા, લધુત્તમ વેતન ધારા મુજબ વેતન આપવા, પીએફના નાણાં જમા કરાવવા સહિતના વિવિધ પ્રશ્નો બાબતે નગરપાલિકા સામે આઉટ સોર્સીગ સફાઈ કામદારો, મહિલાઓ પ્રતિક ઉપવાસ પર ઉતર્યાના આજે બીજા દિવસે ઉપવાસી છાવણીની ભાજપના રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના આગેવાન વેલજીભાઈ મસાણી, ભાજપ શહેર પ્રમુખ લીનેશભાઈ સોમૈયાએ મુલાકાત લીઘી અને સફાઈ કામદારોના પ્રશ્નોને સાંભળીને વેલજીભાઈ મસાણીએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી સફાઈ કામદારોની માંગને ટુંક સમયમાં સંતોષાય જાશે તેવી બાંહેધરી આપી હતી. અને આ બાબતે ઘારાસસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા બહારગામ હોય તેથી ટેલીફોનીક પુછપરછ કરતા તેમણે પણ આ પ્રશ્ને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી આ સફાઈ કામદારના પ્રશ્નોનો ટુંક સમયમાં નિકાલ કરીને પગાર ચુકવી આપવામાં આવશે તેવુ જણાવેલ હતુ. અને આ કર્મચારીઓના પગાર સીધા જ બેંકના એકાઉન્ટમાં જમા થાય તે બાબતે પણ માંગરોળ નગરપાલીકા વહીવટદારને રજુઆત કરાઈ છે. ભાજપના આગેવાનો દ્વારા ઉપવાસ છાવણીની મુલાકાત લઇ સફાઇ કામદારોને હૈયાધારણા મળતા ઉપવાસી સફાઈ કામદારો પરિણામ નજીક હોય તેવી આશા સેવાઈ રહી છે.