પાકિસ્તાન જેલમાં વધુ એક ભારતીય માછીમારે દમ તોડયો છે.ગીર સોમનાથ જીલ્લા ના કોડીનાર તાલુકાના દુદાણા ગામના ભુપતભાઈ જીવાભાઈ વાળા (ઉ .વ.૫૫) નામના માછીમારનું પાકિસ્તાન ની જેલમા મોત થતા મૃતદેહ આજે માદરે વતન દુદાણા લાવવામાં આવ્યો હતો. ૨૨ દિવસ પહેલા આ માછીમાર ને હાર્ટ એટેક આવવાના કારણે મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. આજે ફિશરીઝ વિભાગના મુકેશભાઈ ડાકી દ્વારા મૃતદેહ દુદાણા ગામે તેમના પરિવાર ને સોંપવામાં આવ્યો છે. ભુપતભાઈ આજથી બે વર્ષ પહેલા તા.૧૨ -૧૦- ૨૧ ના રોજ પોરબંદરની રાજ ત્રિશુલ ૈંદ્ગડ્ઢ ય્ત્ન ૨૫ .૨૯૧૨ બોટ સાથે ફિશિંગ કરતા હતા ત્યારે પાક મરીન બોટ સાથે અન્ય ખલાસીઓ પણ ઉઠાવી ગઈ હતી. પરંતુ ભુપતભાઈ નું ગત ૯/૧૦/૨૦૨૩ ના રોજ હાર્ટ એટેક થી મોત થયું હતું.
ંથોડા દિવસ પહેલાં પાક. જેલમાંથી સોશિયલ મીડિયા ના માધ્યમ થી એક મેસેજ આવ્યો કે ભુપત ભાઇ વાળા નામના માછીમાર નું મોત થયું છે, જે મેસેજ આવતા ભુપત ભાઈ ના પરિવાર પર આભ ફાટ્યું, જાેકે ફિશરીઝ વિભાગ ને આ અંગે કોઈ જાણ ન હતી. પરંતુ થોડા દિવસ થતાં આખરે ફિશરીઝ વિભાગ ને જાણ થતાં આખરે ૨૨ દિવસ ભુપતભાઈ વાળા નામના માછીમાર નો મૃતદેહ માદરે વતન પહોંચતા પરિવાર સહિત ગામમાં માતમ છવાયો હતો, એક તરફ પાક. જેલમાં કેદ ૮૦ જેટલા માછીમારો ને છૂટવા ને લઈ સમાચાર આવી રહ્યા છે અને તેવા માં કોડીનાર નજીક ના નાનકડા ગામમાં માછીમાર નો મૃતદેહ વતન દુદાણા આવતા માછીમાર પરિવાર પર આભ ફાટ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છેકે ભુપતભાઈ અંદાજે બે વર્ષથી પાક. જેલમાં કેદ હતા અને હાલ માજ દિવાળી પર છૂટતા માછીમારો ની લીસ્ટ માં કદાચ તેઓનું નામ પણ આવી જાત, પરંતુ અંદાજે ૨૨ દિવસ પહેલા પાકિસ્તાન જેલમાં ભુપતભાઈ ને શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા, જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જાેકે ફિશીરીજ વિભાગ ના જણાવ્યા મુજબ ભુપત ભાઈ વાળા ને હર્દય હુમલો આવતા તેઓનું મોત થયું છે, સરકારે ભલે છેલ્લા કેટલાક સમયથી પાક. જેલ માં બંધક અનેક માછીમારો ને જેલ માંથી છોડાવી વતન લવાયા છે, પરંતુ હજુ પણ પાકિસ્તાન જેલમાં કેટલાય માછીમારો સબડી રહ્યા છે અને અનેક માછીમારો બીમાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, ત્યારે મૃતક ના પરિવાર એ પાકિસ્તાન જેલમાં પોતાના ઘરના મોભી ને ખોયા છે તેઓનો પણ સરકાર સામે બે હાથ જાેડી કહી રહ્યા છે કે જે પણ માછીમારો પાકિસ્તાન જેલમાં કેદ છે તેઓને વહેલી તકે વતન લાવવામાં આવે તેવી માંગણી છે.