ભાટિયામાં વર્લ્ડ કપ ક્રિકેટ પર જુગાર રમતો શખ્સ ઝડપાયો

0

કલ્યાણપુર તાલુકાના ભાટિયા વિસ્તારમાં એલસીબી પોલીસના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના મસરીભાઈ ભારવાડીયા તથા લાખાભાઈ પિંડારિયા અને ભરતભાઈ જમોડને મળેલી બાતમીના આધારે ભાટિયાની હરસિધ્ધિ સોસાયટીમાં રહેતા અને ફ્રુટનો વ્યવસાય કરતા પ્રવીણ ભોવાનભાઈ ગોસ્વામી નામના ૩૩ વર્ષના બાવાજી શખ્સને હાલમાં રમાઈ રહેલી આઈ.સી.સી. ક્રિકેટ વર્લ્ડ કપની મેચમાં ભારત અને શ્રીલંકા વચ્ચેના ક્રિકેટ મેચ પર ઓનલાઈન આઈ.ડી. મારફતે રનફેર તથા હારજીત પર મોબાઈલ ફોન મારફતે ઓનલાઈન જુગારનો સટ્ટો ખેલતા ઝડપી લેવામાં આવ્યો હતો.
ઝડપાયેલા આ શખ્સ પાસેથી પોલીસે રૂપિયા ૪૫,૫૦૦ રોકડા તથા રૂપિયા ૧૭,૦૦૦ ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂ. ૨૫,૦૦૦ નું એક મોટરસાયકલ મળી, કુલ રૂપિયા ૮૭,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પ્રકરણમાં મુંબઈ ખાતે રહેતા બીપીનકુમાર મણીલાલ તન્નાનું નામ પણ ખુલવા પામ્યું છે. જે અંગે પોલીસે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, એસ.વી. ગળચર, એ.એસ.આઈ. મશરીભાઈ ભારવાડીયા, લાખાભાઈ પિંડારિયા, ભરતભાઈ જમોડ, દિનેશભાઈ માડમ, સચિનભાઈ નકુમ, હસમુખભાઈ કટારા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

error: Content is protected !!