દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવાનોની દિલ્હી ખાતે અમૃત કળશ યાત્રાના સમાપન કાર્યકમમાં વિશેષ ઉપસ્થિતિ

0

દિલ્હી ખાતે ભાજપની અમૃત કળશ યાત્રાનો સમાપન સમારોહ રંગે ચંગે ઉજવાયો હતો. આ ભવ્ય કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવા કાર્યકરો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ વનરાજસિંહ વાઢેરની અધ્યક્ષતામાં દિલ્હી ખાતે યોજાયેલી અમૃત કળશ યાત્રામાં ઉપસ્થિત રહેવાના આ કાર્યક્રમમાં જિલ્લાના મહામંત્રી આનંદ હરખાણી, દિનેશ બેલા, રવિ પરમાર, ભાર્ગવ તન્ના, પ્રદીપસિંહ જાડેજા, રવિ વારા, કિરીટસિંહ વાઘેલા, કપિલ મથ્થર, મિલન નકુમ, ભીમદેવસિંહ જાડેજા, મયુર મકવાણા, રાજુ મોઢા, હાર્દિક વાડિયા અને મહેન્દ્ર
મકવાણા આ ભવ્ય સમાપન કાર્યકમમાં જાેડાઈને સાક્ષી બન્યા હતા.

error: Content is protected !!