ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી સહયોગ થી તેમજ કલાઈમેન્ટ ચેન્જ ડિપાર્ટમેન્ટ, ગુજરાત સરકાર અને એમ. ડી. મહેતા ડ્રિસ્ટ્રિક સાયન્સ સેન્ટર ,ધ્રોલ દ્વારા એપલ ઇન્ટરનેશનલ સ્કૂલ માં અભ્યાસ કરતા ધોરણ ૯ થી ૧૨ નાં વિધ્યાર્થીઓ માટે એક સુંદર મજાના “અવર્નેશ જનરેશન પ્રોગ્રામ ઓન સસ્ટેનેબલ એનર્જી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતરગત વિવિધ પ્રવૃતિઓ દ્વારા જેવી કે ઊર્જા ની બચત ઊર્જા મોડેલ નિદર્શન , ઊર્જા ક્વિઝ દ્વારા એમ. ડી. મહેતા ડીસ્ટ્રિક સાયન્સ સેન્ટર ધ્રોલ થી પધારેલ પંકજભાઈ એ પોતાના વ્યાખ્યાન દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં વિજ્ઞાન વિશેની ઊર્જાને લગતી અવનવી માહિતીઓ સાથે વિદ્યાર્થીઓ ને આજના વિજ્ઞાન માટે અવગત કરાયા હતાં.
અને ઊર્જા નાં બિનપરંપરાગત સ્ત્રોતો નાં જરૂરી મોડેલ બતાવી અવનવા પ્રેક્ટિકલ સાથેની સમજ વિદ્યાર્થીઓ ને આપવામાં આવી હતી.અને વિદ્યાર્થીઓ ને ઊર્જાનો ઉપયોગ ,ઊર્જાનું ઉત્પાદન,અને ખાસ ઊર્જા ની બચત કઈ રીતે કરી શકાય તેનાથી અવગત કરવામાં આવ્યાં હતાં.કાર્યક્રમ નું સમગ્ર સંચાલન શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી જતીન ભટ્ટી દ્વારા કરવામાં આવ્યું હતું.જ્યારે કાર્યક્રમને અંતે શાળા નાં આચાર્ય શ્રી જીજ્ઞેશભાઈ ચાંગાણી દ્વારા પ્રાસંગીક માર્ગદર્શન આપી ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી અને એમ. ડી. મેહતા સાયન્સ સેન્ટર ધ્રોલ થી પધારેલ પંકજભાઈ અને તેમની ટીમ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.