તહેવારોના દિવસો દરમ્યાન જૂનાગઢમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડશે

0

જૂનાગઢ શહેરમાં આવેલા ધાર્મિક સ્થળો અને ફરવા લાયક સ્થળોએ ઉમટી પડશે માનવ મહેરામણ

પ્રવાસન ક્ષેત્રનું હબ ગણાતા અને પ્રવાસી જનતા માટે હોટફેવરીટ ગણાતું જૂનાગઢ શહેર અને આસપાસના ફરવા લાયક સ્થળો તેમજ ધાર્મિક સ્થળોએ આગામી તહેવારોના દિવસો દરમ્યાન દુર-દુરથી પ્રવાસી જનતા ઉમટી પડે તેવી ધારણા સેવાઈ રહી છે અને તે અંગેની તૈયારીઓ પણ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થ ક્ષેત્ર કે જયાં ગરવા ગિનાર ખાતે આવેલા જગત જનની અંબાજી માતાજીના દર્શનાર્થે વર્ષ દરમ્યાન રોપવે મારફત ભાવિકોનો પ્રવાહ સતત વહેતો રહે છે. જૂનાગઢમાં ભૂતનમાથ મહાદેવ, શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર તેમજ મહાલક્ષ્મી મંદિર તેમજ બિલનાથ મંદિર અને વિવિધ ધાર્મિક સ્થળો ઉપરાંત ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિર, ગુરૂ દત્તાત્રેયની ટુંક તેમજ શ્રી ગોરક્ષનાથ આશ્રમ સહિતના ધાર્મિક સ્થળોએ પણ ભાવિકો ઉમટી પડતા હોય છે. આ ઉપરાંત જૈનના ધર્મસ્થાનો ઉપરાંત ભવનાથ ક્ષેત્રમાં આવેલા ધાર્મિક સ્થળોએ પણ દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં આવે છે. આ ઉપરાંત ઉપલા દાતાર પર્વત ઉપર આવેલા અને કોમી એકતા સ્વરૂપ એવા ઉપલા દાતારબાપુની જગ્યા ખાતે પણ ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડે છે. આ ઉપરાંત જૂનાગઢની શાન સમા ઉપરકોટનો કિલ્લો કે જે નવીનીકરણ પામેલો છે ત્યાં પણ પ્રવાસી જનતા આ વર્ષે ઉમટી પડશે. આ ઉપરાંત નવાબી શાસન કાળની યાદ સમા અને જૂનાગઢના તાજમહેલ ગણાતા મહોબત મકબરાની મુલાકતે પણ પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. તો બીજી તરફ સક્કરબાગ પ્રાણી સંગ્રાહલય ખાતે પણ તહેવારોના દિવસોમાં તેમજ રજાઓના દિવસોમાં પ્રવાસીઓનો ભારે પ્રવાહ રહેતો હોય છે. જૂનાગઢ નજીક આવેલા સતાધાર ધામ, પરબધામ તેમજ સોમનાથ મહાદેવ મંદિર ઉપરાંત સાસણ ગીર ખાતે પણ પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. આગામી દિપાવલી અને નૂતન વર્ષ તેમજ જલારામ જયંતિના તહેવારો બાદ દેવ દિવાળીનું પર્વ શરૂ થતું હોય ત્યારે ગરવા ગિરનારની લીલી પરિક્રમા યોજાતી હોય છે અને અંદાજીત ૧૦ લાખ ઉપરાંતના ભાવિકો સેવાનું પુનીત ભાથું બાંધવા આવી પહોંચે છે. આમ તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે જૂનાગઢ ખાતે અને આસપાસના ધાર્મિક સ્થળો તેમજ ફરવા લાયક સ્થળોએ માનવ મહેરામણ ઉમટી પડશે તેમ મનાઈ છે.

error: Content is protected !!