દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિવિધ કચેરીઓમાં રેકર્ડ વર્ગીકરણ કરાયું

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ‘સ્વરછતા હી સેવા’ અભિયાન અન્વયે જિલ્લાની વિવિધ કચેરીઓમાં રેકર્ડનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર રાજ્યમાં ‘સ્વરછતા હી સેવા’ અભિયાન અંતર્ગત તમામ સરકારી કચેરીઓના રેકર્ડ વર્ગીકરણ, ભંગારનો નિકાલ, જુના વાહનોની હરાજી વગેરે કામગીરી કરવામાં આવી રહી છે.
ત્યારે જિલ્લાની વિવિધ કચેરીઓમાં ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સરકારી રેકર્ડનું યોગ્ય રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. કચેરીના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા આ રેકર્ડ વર્ગીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

error: Content is protected !!