જૂનાગઢમાં રવિપુષ્યામૃત યોગમાં લોકોએ કરી અનેક પ્રકારની ખરીદી

0

દિપાવલી અને નૂતન વર્ષના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે આ તહેવારોની ઉજવણી અંતર્ગત લોકો દ્વારા સોનાના દાગીના, ઘરનું ઘર, વાહન વિગેરેની મોટા પ્રમાણમાં ખરીદી થતી હોય છે. આપણે ત્યાં શુભ મુહુર્ત જાેવા જઈએ તો ગુરૂપુષ્ય યોગ એ ખરીદી માટેનો ઉત્તમ દિવસ છે ત્યારે આજે શનિવારથી રવિવારે સવાર સુધીના પુષ્ય નક્ષત્ર યોગમાં અનેક પ્રકારની ખરીદી જૂનાગઢ સહિત વિવિધ શહેરોમાં કરવામાં આવી છે.
ગઈકાલે આસો વદ ૭ને શનિવારે વિ.સં. ર૦૭૯નું છેલ્લું પુષ્યનક્ષત્ર હતું. આ નક્ષત્ર શનિવાર આખો દિવસ અને રવિવારે આસો વદ આઠમે સવારે ૧૦ઃ૩૧ સુધી રહ્યો છે અને રવિવારે પુષ્ય નક્ષત્ર આવતું હોવાથી રવિ પુષ્યમૃત યોગ તરીકે મનાવવામાં આવેલ. નવા વર્ષ વિ.સં.ર૦૮૦ માટે તમામ ખરીદી સાથે વેપાર-વ્યવસાય કરનાર વેપારીઓ ચોપડા ખરીદવા કે ઓર્ડર આપવા ઉત્તમ દિવસ હોય જેને લઈને મોટાપાયે ખરીદી થઈ છે. આકાશમાં કુલ ર૭ નક્ષત્ર હોય છે અને તેમાં પુષ્ય નક્ષત્રને અત્યંત શુભ માનવામાં આવે છે. બધા જ નક્ષત્રમાં પુષ્યને રાજા કહેવાય છે. કારણ કે, પુષ્ય નક્ષત્ર ૮મું છે અને તેનો સ્વામી શનિ ગણાય છે. અંકશાસ્ત્ર મુજબ શનિ માટેનો અંક ૮ ગણાય છે. આ દિવસે તમામ પ્રકારની નાનીમોટી ખરીદી, સોનુ-ચાંદી કે ઈલેકટ્રીનિકસ ચીજવસ્તુઓ, નવા વાહનની ખરીદી તેમજ અન્ય કરારો કરી શકાય તથા પૂજાની સામગ્રીમાં ચંદન, કેસર, કપુર, પીળા રંગનું કાપડ, અગરબતી, શુધ્ધ ઘી ખરીદવાનું અનેરૂ મહત્વ છે. ઉપરાંત વેપારીઓ નવા વર્ષ માટે ચોપડાની ખરીદી કરી હતી. આ યોગમાં કરેલી ખરીદી ચિરકાલીન સુધી શુભત્વ અપાવે છે. ધર્મ, કર્મ, મંત્રજાપ, ધાર્મિક વિધીઓ, મંત્રદીક્ષા, બ્રાહ્મણને દાન-દક્ષીણા આપવાનું અત્યંત શુભ માનવામાં આવે છે. ગૌપૂજા કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. જેને લઈને જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં લોકોએ ખરીદી કરી હતી.

error: Content is protected !!