જૂનાગઢ એસટી વિભાગ દ્વારા તહેવારો દરમ્યાન ૧૭૭ વધારાની બસ દોડાવશે

0

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાંથી જૂનાગઢ આવવા- જવા ઇચ્છતા મુસાફરો માટે દાહોદ, ગોધરા તરફ વતનમાં દિવાળી કરવા જવા ઇચ્છતા મુસાફરો માટે તેમજ સુરત ખાતે હિરા ઘસતા રત્ન કલાકારો પોતાના વતન-ગામોમાં આવી દિવાળીનું પર્વ ઉજવી શકે તે માટે વધારાની એસટી બસના સંચાલનનું આયોજન કરાયું છે. આ અંગે જૂનાગઢ એસટીના ડિવીઝનલ કન્ટ્રોલર આર.પી. શ્રીમાળીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના જિલ્લામાં જવા- આવવા માટે ૭ નવેમ્બરના ૭ બસ ૧૪ ટ્રીપ કરશે. ૮ નવેમ્બરના ૨૦ બસ ૪૬ ટ્રીપ, ૯ નવેમ્બરે ૨૬ બસ ૭૭ ટ્રીપ, ૧૦ નવેમ્બરે ૩૬ બસ ૧૧૬ ટ્રીપ અને ૧૧ નવેમ્બરના રર બસ ૭૩ ટ્રીપ કરશે. આમ, સૌરાષ્ટ્ર અને અન્ય જીલ્લા માટે પ દિવસમાં એસટી ૧૧૧ બસ દ્વારા ૩ર૬ ટ્રીપ એકસ્ટ્રા કરાવાશે. જયારે દાહોદ ગોધરા માટે ૭ નવેમ્બરે એસટીની ૧૩ બસ, ૮ નવેમ્બરે ૧૩ બસ, ૯ નવેમ્બરે ૧૧ બસ, ૧૦ નવેમ્બરે ર૩ બસ અને ૧૧ નવેમ્બરે ૬ બસ મળી કુલ ૬૬ બસ એકસ્ટ્રા દોડાવાશે. આમ, બંને મળીને ૧૭૭ એસટીની વધારાની બસ દ્વારા ૩૯ર ટ્રીપ કરાશે. આ ઉપરાંત સુરત માટે જૂનાગઢથી અગિયારસના દિવસે ૬૦ બસ જશે અને ત્યાંથી રાત્રીના આ બસ જૂનાગઢ અને આજુબાજુના તાલુકાના રત્ન કલકારોને લઈને આવશે.

error: Content is protected !!