જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં એક જ દિવસમાં ૬ કરોડ રૂપિયાના સોયાબીનનું વેંચાણ થયું હતું. ઉપરાંત સોયાબીનની ૫૮,૭૫૦ મણની આવક સાથે ખેડૂતોને સૌથી ઉંચા ભાવ રૂપિયા ૧૦૦૬ મળ્યા હતા. જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં દરરોજ સારા પ્રમાણમાં સોયાબીનની આવક થઇ રહી છે. જૂનાગઢ ઉપરાંત આસપાસના વિસ્તારમાંથી ધરતીપૂત્રો વહેલી સવારથી વાહનોમાં સોયાબીન લઇને વેંચાણ કરવા માટે યાર્ડમાં પહોંચી ગયા હતા. સવાર થી જ યાર્ડ પાસે વાહનોના થપ્પા લાગી ગયા હતા. માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ જણાવ્યું કે, જૂનાગઢ યાર્ડમાં સોયાબીનની આવકમાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. જ્યારે શુક્રવારે એકજ દિવસમાં ૬ કરોડના સોયાબીનનું વેંચાણ થયું હતું. વહેલી સવારથી ખેડૂતોના વાહનની કતાર લાગી હતી. બાદમાં હરરાજીમાં વેપારી, એક્ષપર્ટો જાેડાતા ખેડૂતોને મણના ઉંભા ભાવ રૂપિયા ૧૦૦૬ મળ્યા હતા. યાર્ડમાં સોયાબીનની આવકમાં વધારો થતા ઘણીવાર તો આવક બંધ રાખવાની નોબત આવે છે. આમ, જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં સોયાબીનના સારા પ્રમાણમાં ભાવ મળવાથી જૂનાગઢ ઉપરાંત આસપાસના જીલ્લાઓમાંથી ખેડૂતો અહીં વેંચાણ માટે આવે છે.