મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જે જગ્યાએ નારીનું માન, સન્માન અને ગૌરવ સચવાય, તે જગ્યાની પ્રગતિ નિશ્ચિત છે, એટલે જ ગુજરાત આજે દરેક ક્ષેત્રે અગ્રેસર છે. સાથે જ ગુજરાતની મહિલાઓ પણ વિવિધ ક્ષેત્રે રાજ્ય સહિત દેશનું નામ રોશન કરી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ય્દ્ગન્ેં-ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળની આંગણવાડીઓની બહેનોને ગણવેશ વિતરણ કર્યું હતું. આ સાથે જ તેમણે “૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇન”ની ૪૨ રેસ્કયું વાનનું પણ ફ્લેગ ઓફ કરાવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે મહિલાલક્ષી ૩૩૨ યોજનાઓની મહિતી આપતી પુસ્તિકા, મિલેટ રેસીપીની પુસ્તક ‘ અન્ન’ તથા સ્ટેટ જેન્ડર ઈન્ડેક્ષ રિપોર્ટનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહિલા સશક્તીકરણ પર બનાવવામાં આવેલી શોર્ટ ફિલ્મ “સક્ષમ નારી” અને “સતર્કતા”નું પણ મુખ્યમંત્રીએ અનાવરણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે મહિલાઓની સમસ્યાઓનો અંત લાવવા મહિલા સશક્તીકરણ માટેના નવા અધ્યાયની શરૂઆત કરી અને મહિલા તેમજ બાળકોના કલ્યાણ માટે અલગ વિભાગની શરૂઆત કરાવી હતી. વડાપ્રધાનએ રાજ્યમાં દીકરીના જન્મથી લઇ તેની વૃદ્ધા અવસ્થા સુધીની ચિંતા કરી છે અને આ સમયગાળા દરમિયાન તેમને પડતી મુશ્કેલી માટે અનેક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરાવી છે, જેનો આજે રાજ્યભરની મહિલાઓને લાભ મળી રહ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનના મહિલા સશક્તીકરણના આ સંકલ્પને અમારી ટીમ ગુજરાત ખૂબ જ સફળતાપૂર્વક આગળ ધપાવી રહી છે. મહિલા અને બાળ કલ્યાણ ઉપરાંત ગુજરાતે આજે દરેક ક્ષેત્રે ઉદાહરણરૂપ કામગીરી કરી છે જેના પરિણામે આજે આપણું ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જીન બન્યું છે. આજે ગુજરાતના ખૂણે-ખૂણે અને છેવાડાના નાનામાં નાના ગામડાઓ સુધી ધંધા-રોજગાર, સ્વાસ્થ્ય સેવાઓ અને શિક્ષણ સહિતની તમામ જરૂરી સુવિધાઓનો વિકાસ થયો છે. આજે ગુજરાતના ગામડાઓમાં પણ મલ્ટી-સ્પેશીયાલીટી હોસ્પિટલો જાેવા મળે છે, જેનો લાભ જરૂરિયાતમંદ નાગરિકોને ઘર આંગણે મળી રહ્યો છે. એક પરિવાર ઉપર જ્યારે કોઇપણ સંકટ આવે ત્યારે તેમાં સૌથી વધારે મુશ્કેલીનો સામનો મહિલાઓને કરવો પડતો હોય છે, તેમ કહેતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, મહિલાઓની આવી તમામ મુશ્કેલીના નિવારણ માટે વડાપ્રધાનએ શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા પર વધારે ભાર મૂક્યો છે. મહિલાઓ શિક્ષિત થશે તો આર્થિક રીતે ર્સ્વનિભર બની શકશે. સ્વાસ્થ્ય માટે પણ વડાપ્રધાનની પ્રેરણાથી શરુ થયેલી ઁસ્ત્નછરૂ-સ્છ યોજના થકી આજે રાજ્યના અનેક પરિવારોના આર્થિક બોજા ઘટ્યા છે. રાજ્યમાં મહિલાઓની સુરક્ષા અંગે વાત કરતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ગુજરાત આજે મહિલાઓની સુરક્ષાની દ્રષ્ટીએ દેશમાં સૌથી આગળ છે. નવરાત્રીનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, નવરાત્રી દરમિયાન મહિલાઓ નિશ્ચિંત થઇ રાત્રે એકલા ગરબા રમવા જઈ શકે, કોઇપણ સમયે એકલા રાત્રે બહાર જવાનું થાય તો પણ કોઇપણ પ્રકારના ભય વગર નીકળી શકે તેવા સુરક્ષિત વાતાવરણનું ગુજરાતમાં નિર્માણ થયું છે, તેનો શ્રેય પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા સુયોગ્ય આયોજનને જાય છે.
મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મતી ભાનુબહેન બાબરીયાએ નારીશક્તિ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં ઈતિહાસ ખોલીને જાેઈશું તો સચોટ અંદાજ આવશે કે, આ ભારતને આટ-આટલા નરવીરોના રક્તનું સિંચન કરનારી અને પુણ્યભૂમિ બનાવનારી શકિત એ “નારીશકિત” છે. આજે કોઈપણ એવું ક્ષેત્ર નથી, જ્યાં નારીશકિતનું સામર્થ્ય જાેવા ન મળતું હોય.
મંત્રીએ આંગણવાડીના ૫૩ હજાર તેડાઘર બહેનોના ગણવેશ વિતરણ કરતા જણાવ્યું હતું કે, આંગણવાડીની બહેનો તમામ બાળકોને માતાતુલ્ય સ્નેહ આપી પ્રેમથી પોતાના હાથે જમાડે છે. તેડાઘર બહેનોની આ પ્રકારની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે માતા યશોદા એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી. રાજ્યની મહિલાઓની કૂખથી લઈને કરીયાવર સુધીની ચિંતા રાજ્ય સરકાર કરે છે. જેના માટે અનેક મહિલાલક્ષી યોજનાઓ અમલમાં છે. મંત્રીએ નારી વંદન બિલનો ઉલ્લેખ કરતા ઉમેર્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારતની તમામ મહિલાઓને પુરુષ સમોવડી બનાવવા નારીશકિત વંદન બિલ પસાર કર્યું છે. આ બિલ થકી સંસદ અને વિધાનસભામાં ૩૩ ટકા મહિલા અનામતનો ઐતિહાસિક ર્નિણય લીધો છે. હવે મહિલાઓ રાજકીય ક્ષેત્રે કુટુંબ, રાજ્ય અને દેશનું નામ રોશન કરશે. મંત્રીએ ઉમેર્યું હતું કે, અભયમ્ મહિલા હેલ્પલાઈન ૧૮૧ના અમલીકરણથી રાજ્યની કિશોરીઓ, યુવતીઓ અને મહિલાઓ અભય બની છે.
આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ મતી શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય મતી રીટાબેન પટેલ, મહિલા અને બાળવિકાસ વિભાગના સચિવ કે. કે. નિરાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.