દ્વારકાની વર્ષો જુની પેઢી એલ.આર.ગૃપ દ્વારા બ્રહ્મભોજન કરાવાયું

0

દ્વારકાના શાકમાર્કેટ ચોકમાં વર્ષો જુની પેઢી ધરાવતા લક્ષ્મીદાસ રામજીભાઈ પાબારી (એલ.આર.ગૃપ) દ્વારા ગુગ્ગુળી બ્રાહમણ બ્રહ્મપુરી ખાતે વિશાળ સંખ્યામાં ભુદેવોને બ્રહ્મભોજન કરાવાયું હતું. આ પ્રસંગે એલ.આર. પરિવારના તમામ સદસ્યો ઉપસ્થિત રહયા હતા. જેમાં બ્રાહ્મણોને પ્રિય એવા મિષ્ટાન, પકવાન અને અનેક વ્યંજનો ભાવથી પીરસવામાં આવ્યા હતા. બ્રાહ્મણોને ભોજન બાદ દક્ષિણા આપી સત્કાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે એલ.આર. પરિવારના પ્રાણજીવનભાઈ પાબારી તથા બીપીનભાઈ પાબારી સહિત વડીલોની ઉપસ્થિતિમાં સમગ્ર પાબારી પરિવારના તમામ કુટુંબીજનોએ ભુદેવોના આશિર્વાદ પ્રાપ્ત કરેલા. નોંધનીય છે કે દ્વારકાની જુની અને ખ્યાતિપ્રાપ્ત પેઢીઓમાં એલ.આર. પેઢીનો સમાવેશ થાય છે. શાકભાજી તથા ફ્રુટના જથ્થાબંધ વેપારી તરીકે સમગ્ર દ્વારકા પંથકમાં આગળી ઓળખ ધરાવતા પેઢીના સંચાલકો દ્વારા દ્વારકાધીશ જગતમંદિર સહિત અનેક નાના-મોટા મંદિરોમાં સેવાઓ આપવામાં આવે છે. આ પ્રસંગે રઘુવંશી સમાજના તીર્થગોર તેમજ ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિના મંત્રી કપીલભાઈ વાયડાએ પાબારી પરિવારને આર્શિવચન પાઠવેલ.

error: Content is protected !!