જૂનાગઢમાં તલવાર વડે હુમલો : પોલીસ ફરિયાદ

0

જૂનાગઢ શહેરમાં હાઉસીંગ બોર્ડ કોલોની, બ્લોક નં-૩૦૪ પાસે બનેલા એક બનાવમાં તલવાર વડે હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે સી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, હાઉસિંગ બોર્ડ બ્લોક નં-ર૯૮માં રહેતા અને મુળ રહે.દિપ પશ્ચીમ વોર્ડ-૧, જી.મધુબની બિહારના ગણેશભાઈ લક્ષ્મણભાઈ સહાય(ઉ.વ.ર૬)એ શનીભાઈ પરમાર રહે.હાઉસીંગ બોર્ડ કોલોની, બ્લોક નં-૩૦૪ વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદી બિલ્ડીંગના ધાબા ઉપર સુવા માટે જતો હતો ત્યારે પહેલા માળે પહોંચતા હાઉસીંગ કોલોની બ્લોક નં-૩૦૪માં રહેતો શનીભાઈ તેની પત્ની સાથે ઝગડો કરતો હોય જેથી ફરિયાદી ત્યાં બહાર સીડીઓ પાસે ઉભો રહેતા આ શનીભાઈએ ફરિયાદીને ભુંડી ગાળો બોલી તલવાર લઈ બહાર આવી ફરિયાદીના માથામાં તલવારનો એક ઘા માથામાં મારી ઈજા કરી જીલ્લા મેજી. જૂનાગઢના બહાર પાડેલ હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવતા સી ડીવીઝન પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!