જૂનાગઢમાં શ્રી ગણેશ એન્ટરપ્રાઇઝ જુના આંગડીયા પેઢીના માલિક સામે રૂા.૭,૩૪,પ૦૦ની છેતરપિંડીની ફરિયાદ : ચકચાર

0

આજના સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી નાણાં જે તે પાર્ટીને મળી જાય તે માટે આંગડીયા પેઢીની સુવિધા વેપારીઓ લેતા હોય છે. પરંતુ કયારેક વેપારીના નાણાંની છેતરપિંડી થવાના બનાવો પણ સમયાંતરે બહાર આવતા હોય છે. આ દરમ્યાન જૂનાગઢમાં આવેલ શ્રી ગણેશ એન્ટરપ્રાઇઝ જુના આંગડીયા પેઢીના માલિક સામે રૂા.૭,૩૪,પ૦૦ની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા ચકચાર જાગી ઉઠી છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર માંગનાથ પાર્કિંગ ચોક, શ્રી ગણેશ એન્ટરપ્રાઇઝ જુના આંગડીયા ખાતે બનેલા બનાવ અંગે નરેન્દ્રભાઈ કિશનચંદ મુલચંદાણી સીંધી(ઉ.વ.૩૯) રહે. મોહનનગર, અક્ષર રેસીડેન્સીની સામે, ગીરીરાજ મેઈન રોડ, સુકન, જૂનાગઢ વાળાએ શ્રી ગણેશ એન્ટરપ્રાઇઝ જુના આંગડીયા પેઢીના માલિક હરેશભાઈ શંકરજીભાઈ ચાવડા રહે.ઝાંઝરડા રોડ, રિલાયન્સ મોલની પાછળ, હરીઓમનગર, મુળ રહેવાસી ગામ ખંડોસણ, તાલુકો વિસનગર, જીલ્લો મહેસાણા વાળા વિરૂધ્ધ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીએ પોતાની શ્રી ગણેશ આંગડીયા પેઢીમાં ફરિયાદીના અલગ-અલગ પાર્ટીને મોકલવાના કુલ રૂા.૧,૮૩,૦૦૦ તથા પરમાનંદભાઈના અલગ-અલગ પાર્ટીને મોકલવાના કુલ રૂા.પ,પ૧,પ૦૦ મળી કુલ રૂા.૭,૩૪,પ૦૦ આંગડીયા પેઢી મારફતે જે તે પાર્ટીને મોકલવા આપતા ફરિયાદીને વિશ્વાસમાં લઈ જે તે પાર્ટીને સુધી પૈસા નહી મોકલી પોતે આંગડીયા પેઢી ચલાવતા હોય વેપારી તરીકે ફરિયાદી તથા સાહેદ સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી કરી પૈસા લઈને ભાગી જઈ ગુનો કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવતા એ ડીવીઝન પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!