ગઈકાલે ધનતેરસે વિશેષ પૂજા આજે કાળી ચૌદશ પર્વે હનુમાનજી મહારાજનું પૂજન અને આવતીકાલે દિપાવલી પર્વ પ્રસંગે મહાલક્ષ્મી શારદા પૂજનનો યોજાશે કાર્યક્રમ
જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિ નારાયણ મુખ્ય મંદિર ખાતે દિપાવલી અને નૂતન વર્ષના પર્વ નિમિતે ધર્મોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ અંગે શ્રી સ્વામિ નારાયણ મુખ્ય મંદિરના મહંત સ્વામી શાસ્ત્રી શ્રી પ્રેમસ્વરૂપદાસજીએ જણાવ્યુ હતુ કે ગઈકાલ તા.૧૦ને શુક્રવારથી દીપોત્સવી પર્વનો પ્રારંભ થયો છે. ત્યારે આ પર્વના પ્રારંભે શુક્રવારને ધનતેરસના રોજ સવારે ૯ કલાકે ધન પૂજન સવારે ૯ થી ૧૦ સુધી કરવામાં આવ્યું હતું તેમજ આજ તા.૧૧ને શનીવારે કાળી
ચૌદસના રોજ સવારે ૧૧ થી ૧૨ હનુમાનજી પુજનનો કાર્યક્રમ યોજાયો હતો અને આવતીકાલ તા.૧૨ને રવીવારે
દિવાળી પર્વે મહાલક્ષ્મી શારદા(ચોપડા પુજન) કુબેર પુજન સાંજે ૫ઃ૫૫ થી ૭ઃ૩૦ કલાક સુધી તેમજ તા. ૧૩ ને સોમવારનાં રોજ સવારે ૧૦ કલાકે ગોવર્ધન પૂજન અને બપોરે ૧૨ કલાકે અન્નકૂટ દર્શનની આરતી અને ૧૨ થી ૫ અન્નકૂટ દર્શન, સાંજે ૬.૩૦ કલાકે સંધ્યા આરતી અને ૮.૩૦ કલાકે શયન આરતી થશે. તા.૧૪ ને મંગવારનાં રોજ નૂતન વર્ષ ઉજવાશે. આ દીપોત્સવી પર્વે યોજાનાર ધર્મોત્સવનો લાભ લેવા સૌ હરિભક્તો અને ધર્મપ્રેમી જનતાને શ્રી રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડના ચેરમેન કો.સ્વા.શ્રી દેવનંદનદાસજી વગેરે સમસ્ત ટ્રસ્ટી મંડળે તથા મંદિરના મહંત સ્વામી શાસ્ત્રી શ્રીપ્રેમસ્વરૂપદાસજીએ દેવ દર્શન વગેરેનો લાભ લેવા હાર્દીક નિમંત્રણ પાઠવ્યુ છે. આ માટે કો. પી.પી. સ્વામી, સ્વા. મુંજવીહારીદાસજી, પ્રફુલભાઇ કાપડીયા વગેરે સંતો હરિભક્તો જહેમત ઉઠાવી રહ્યા છે.