આવતીકાલે દિપાવલી અને મંગળવારે નૂતન વર્ષના પર્વને ઉજવવા લોકોમાં અનેરો ઉત્સાહ

0

જૂનાગઢની બજારોમાં જામ્યો દિવાળીની ખરીદીનો માહોલ : ઘર આંગણાની સજાવટ લાઈટ ડેકોરેશનથી બજારો શણગારાઈ

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગઈકાલે ધનતેરસના દિવસથી દિપાવલીના પર્વની ઉજવણીનો પ્રારંભ થયો છે. આવતીકાલે પ્રકાશનું પર્વ એવા દિપાવલી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. ચોપડા પૂજન, શારદા પૂજન સહિતના કાર્યક્રમો તો ખરા જ ઉપરાંત મંગળવારે નૂતન વર્ષની ઉજવણીનો માહોલ સર્વત્ર પ્રસરી રહ્યો છે. આજે કાળી ચૌદશના દિવસે ખાસ કરીને હનુમાનજી મહારાજને પૂજન-અર્ચન તેમજ પ્રસાદ ધરવામાં આવશે અને આવતીકાલે દિપાવલીના પર્વને વધાવવા લોકોમાં ઉત્સાહનો માહોલ છે. દિપાવલીના આ પર્વ પ્રસંગે સવારથી જ પૂજન સહિતના કાર્યક્રમો તેમજ ફટાકડાની આતશબાજી સાથે આ પર્વને મનાવવામાં આવશે અને લોકોમાં પણ ઉત્સાહનું મોજુ પ્રસરી રહ્યું છે. જૂનાગઢ શહરેમાં દિવાળીના તહેવારોને લઈને મુખ્ય મુખ્ય બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. ત્યારે કાપડ બજાર, ફટાકડા, રંગોળીના કલર, દીવડા, તોરણ, મુખવાસ સહિતની ચીજવસ્તુઓની ખરીદી માટે બજારોમાં ભીડ જાેવા મળી રહે છે. પોલીસે પણ કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે ઠેર-ઠેર ચેકિંગ અને બંદોબસ્ત મુકી દીધો છે. વેપારીઓએ છેલ્લા કેટલા દિવસોથી મંદીનો સામનો કર્યા બાદ બજારમાં ખરીદીનો માહોલ જાેવા મળતા વેપારીઓએ હાશકારો અનુભવ્યો હતો. તેમજ ઓણસાલ વરસાદ પણ સારો પડવાથી જેથી આ વર્ષે વેપાર-ધંધામાં તેજી દેખાઈ રહી છે. જૂનાગઢ શહેરમાં હાલ ખાસ કરીને માંગનાથ રોડ, એમજી રોડ, પંચહાટડી ચોક, દિવાન ચોક, આઝાદ ચોક સહિતના વિસ્તારોમાં ખરીદી માટે ગૃહિણીઓની ભીડ જાેવા મળી રહી છે. કપડાની ખરીદી માટે કાપડ બજારમાં દુકાનોમાં ગ્રાહકો ઉમટી પડ્યા હોવાના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. તો ફટાકડા બજારમાં પણ અનેક સ્ટોલ ઉભા કરાયા છે. દિવાળીના તહેવારોને લઈને ઘરમાં નવા તોરણ, મુખવાસ, કાજુ-બદામ, નાન ખટાઈ સહિતની ચીજવસ્તુઓ ખરીદવા માટે ભીડ જાેવા રહી છે. બજારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જીલ્લા પોલીસ વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે બંદોબસ્ત અને વાહન ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. શંકાસ્પદ વ્યક્તિઓની પુછતાછ અને સીસીટીવી કેમેરાથી સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. બજારમાં વેંચતા ચાઈનીઝ ફટાકડાને લઈને ફટાકડાના સ્ટોલ ઉપર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
આ વર્ષે મુખવાસમાં ૧પ-ર૦ ટકા ભાવ વધારો
દિવાળી ઉપર ઘરમાં મુખવાસનું ખાસ મહત્વ હોય છે. ત્યારે આ વર્ષે મુખવાસમાં ગત વર્ષની સરખામણીએ ૧પથી ર૦ ટકાનો ભાવ વધારો જાેવા મળી રહ્યો છે. આશરે ૧ર ટન જેટલા મુખવાસનું વેંચાણ થવાનો અંદાજ છે. કલકત્તી બનારસી પાન, ગુલકંદ, આમળા તલ, વરીયાળી સહિતના ૮૦ જેટલા મુખવાસ બજારમાં જાેવા મળી રહ્યા છે.
વિવિધ ચીજવસ્તુઓની ખરીદી સાથે રેડિયમ, પિસ્તા, લવન્ડર ઉપરાંત જર્મન ચોકલેટની માંગ
આ વર્ષે દેશી સાથે ઈંગ્લીશ અને જર્મન રંગોના સમન્વયથી ફયુઝન રંગોળીનો ક્રેઝ વધ્યો છે. સાથે રેડિયમ, પિસ્તા, લવન્ડર ઉપરાંત જર્મન ચોકલેટની માંગ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કલરના ભાવમાં ૧૦ ટકાનો વધારો જાેવા મળી રહ્યો છે. ઘરના સુશોભના માટે રંગબેરંગી તોરણ, ફુલ સહિતના સુશોભિત ચીજવસ્તુઓની ડિમાન્ડ જાેવા મળી રહી છે.

error: Content is protected !!