ભૂતનાથ મહાદેવ મંદિરે ચાલતી ભાગવત કથાના કથાકારનું સન્માન સંહિતા મહિલા મંડળ દ્વારા કરાયું

0

જૂનાગઢના સુપ્રસિદ્ધ ભુતનાથ મહાદેવ મંદિરે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન ભુતનાથ મહિલા અન્નક્ષેત્ર મંડળ જૂનાગઢ દ્વારા કરેલ છે જે કાર્ય ભુતનાથ મંદિરના મહંત મહેશગીરીજીના આશીર્વાદથી થયેલું છે જેમાં ભાગવત પ્રવક્તા પ્રસિદ્ધ મનોજભાઈ ભટ્ટ ચેતન્યધામ શાપુર વાળા સંગીતમય શૈલીમાં રસપાન કરાવી રહ્યા છે. તેમનું સાલ ઓઢાડી સન્માન સંહિતા મહિલા મંડળના ચેરમેન ચેતનાબેન પંડ્યા, કોર્પોરેટર આરતીબેન જાેશી તેમજ હીનાબેન મારૂ વગેરે બેહનોએ કરેલ. આ ભાગવત સપ્તાહનું રસપાન કરવા જૂનાગઢની ધર્મ પ્રેમી જનતાને ભુતનાથ મહિલા અન્નક્ષેત્ર મંડળના સંચાલક મધુબેન પટેલ તેમજ હંસાબેન મીઠયા અને સમગ્ર મંડળની બહેનો દ્વારા ભાવભીનું નિમંત્રણ છે.

error: Content is protected !!