મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમરેલીની વિકાસયાત્રાને આગળ ધપાવતા વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત થશે

0

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે તા.૨૨ નવેમ્બરની સંધ્યાએ અમરેલીની મુલાકાતે પધારશે : ત્રિમંદિર ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં વિશેષ ઉપસ્થિતિ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે તા.રર નવેમ્બરની સંધ્યાએ અમરેલીની મુલાકાતે પધારી રહ્યા છે. મુખ્યમંત્રી અમરેલીમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અને તેમની ગરિમામય ઉપસ્થિતિમાં અમરેલીની વિકાસયાત્રાને આગળ ધપાવતા વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત થવાનું છે. મુખ્યમંત્રી અમરેલી સ્થિત ત્રિમંદીર ખાતે યોજાનાર સમારોહમાં પણ વિશેષ ઉપસ્થિતિ રહેશે. મુખ્યમંત્રીના આગમન પૂર્વે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમરેલીના ત્રિમંદિર પાસેથી પસાર થતાં અમરેલી-લીલીયા-ક્રાંકચ સુધીના ૭ કિલોમીટર રોડને ફોર લેન એટલે કે ચાર માર્ગીય બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂા.૨૫ કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. આ નવો રસ્તો બનવાથી લાલાવદર ખાતે ભવિષ્યમાં નિર્માણ પામનાર જિલ્લા રમત ગમત સંકુલ તેમજ લીલીયા, ગારિયાધાર, પાલિતાણા વગેરે તાલુકાઓ ખાતે લોકોને અવર જવર માટે મદદ મળશે, ઉપરાંત એક સ્થળેથી અન્ય સ્થળે પહોંચવા માટેની રસ્તાની ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે તેમજ સમયની પણ બચત થશે. મુખ્યમંત્રીની ગરિમામય ઉપસ્થિતિમાં આ વિકાસકાર્યનું ખાતમુહૂર્ત થવાનું છે. મુખ્યમંત્રી ત્રિમંદિર ખાતે દર્શન કરશે અને સમારોહમાં ઉપસ્થિત રહેશે.

error: Content is protected !!