જૂનાગઢ તાલુકાના હસનાપુર ડેમમાં પાણીમાં પડી મૃત્યું પામનાર યુવતીની માતાએ પોતાની દિકરીને મરવા મજબુર કરવા અંગે બે સામે નોંધાવી ફરિયાદ

0

જૂનાગઢ તાલુકાના હસનાપુર ડેમમાં પાણીમાં પડી મૃત્યું પામનાર યુવતીના માતાએ પોતાની દિકરીને મરવા મજબુર કરવા અંગે બે સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે આપેલી વિગત અનુસાર, ગત તા.પ-૧૧-ર૦રર પહેલા કોઈપણ સમયે હસનાપુર ડેમ વિસ્તારમાં બનેલા બનાવ અંગે ગઈકાલે ર૧-૧૧-ર૦ર૩ કલાક ર૧ના મિતલબેન હિતેષભાઈ મહેતા(ઉ.વ.૪પ) રહે.કિષ્નાપાર્ક સોસાયટી, બ્લોક નં-૯૩, શેરી નં-પ, ઝાંઝરડા રોડ, જૂનાગઢ વાળાએ સુજલ પ્રતાપભાઈ મારૂ રહે.વેરાવળ તથા સૌરવ મોડાસીયા રહે.ઉપલેટા તથા તપાસમાં ખુલે તે સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદી મિતલબેન મહેતાની મૃત્યું પામેલ દિકરી જાન્વીને આ કામના આરોપી સુજલ મારૂએ પ્રેમજાળમાં ફસાવી તેમજ આરોપી નં-ર સૌરવ મોડાસીયાએ જાન્વી સાથે બનાવટી ભાઈ-બહેનના સંબંધ બાંધી તેમજ જાન્વી તથા આરોપી નં-૧ સુજલના સંબંધની કોલેજમાં બધાને જાણ કરી અને આરોપી નં-ર પાસે મૃત્યું પામનાર જાન્વીના વ્હોટસેએપ ચેટ હોય તો આમ આરોપી નં-૧ તથા ર એ જાન્વીને ચારીત્ર બાબતે બ્લેકમેઈલ કરી તેમજ આરોપી નં-૧એ જાન્વી સાથે પ્રેમ સંબંધ બાંધી અને અન્ય જગ્યાએ સગાઈ કરી આમ બંને આરોપીઓએ મૃત્યું પામનાર જાન્વીને માનસિક તથા શારીરીક ત્રાસ આપી ઢીકાપાટુનો માર મારી મરવા મજબુર કરતા જાન્વીએ આરોપીઓથી કંટાળી જઈ હસનાપુર ડેમમાં પાણીમાં પડી જઈ મૃત્યું પામેલ હોય આમ બંને આરોપીઓએ જાન્વીને મરવા મજબુર કરવા અંગે એકબીજાને મદદગારી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ કલમ ૩ર૩, ૩૦૬, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.ડી. દેસાઈ ચલાવી રહ્યા છે.

error: Content is protected !!