આવતીકાલે જૂનાગઢમાં ભારતીય કિસાન સંઘ દ્વારા વિશાળ સભા-રેલી યોજાશે

0

જૂનાગઢ શહેરના પ્રશ્નો તેમજ ખેડૂતોના પ્રશ્ને લડાયક આયોજન : લોકોને ઉમટી પડવા હાકલ

જૂનાગઢ શહેરની પ્રજાના અનેકવિધ પ્રશ્નો લાંબા સમયથી અણઉકેલ છે ત્યારે પ્રજાકીય પ્રશ્નો તેમજ મ્યુ. વિસ્તારની નવી ટી.પી. સ્કિમથી ચાર ગામોના કેટલાક ખેડૂતોના ઉભા થનાર પ્રશ્નો અંગેની રજુઆત માટે ભારતીય કિસાન સંઘ દ્વારા નગારે ઘા નાખવામાં આવ્યો છે અને આવતીકાલે સભા-રેલી અને કલેકટર તેમજ મ્યુ. કમિશ્નરને આવેદનપત્ર આપવા સહિતના આંદોલનાત્મક કાર્યક્રમ યોજવામાં આવનાર છે ત્યારે આ કાર્યક્રમમાં નગરજનો તેમજ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને ઉમટી પડવા હાકલ કરવામાં આવી છે. આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર, જૂનાગઢ મ્યુ.ના નવા વિસ્તારોમાં ટી.પી. સ્કિમ અમલમાં આવતા ઝાંઝરડા, જાેષીપુરા, સુખપુર, ટીંબાવાડી સહિતના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોમાં અત્યંત કચવાટ ફેલાયો છે. આ બાબતે ભારતીય કિસાન સંઘના વરિષ્ઠ આગેવાન મનસુખ પટોળીયાએ જણાવ્યું હતું કે, મ્યુ. કોર્પોરેશન આવ્યું તે દરમ્યાન ર૦ વર્ષમાં જુની ટી.પી. સ્કિમનો કોઈ અમલ થયો નથી. આ ટી.પી.ના જાહેર રસ્તાઓ અને કોમન પ્લોટમાં બેફામ ગેરકાયદે બાંધકામો થયા છે તે વ્યવસ્થિત કે દુર કરવાને બદલે કેટલાક વગદાર બિલ્ડરોને ફાયદો કરાવવા મ્યુ.માં ભળેલા ગામડાઓની જમીનમાં પણ ટી.પી.નો અમલ શરૂ કરાય તો ખેડૂતોની ૪૦ ટકા જમીન કપાય તેમાં ઘણા ખેડૂતોની તો લગભગ બધી જ જમીન જતી રહે અને આ ખેડૂત ઉભડ(જમીન વિહોણો) બની જાય તેવી સ્થિતિ છે તો આ સ્કિમમાં રોડ-રસ્તા બનવાના છે તેમાં પણ એ ખર્ચ ખેડૂતોના નામે ઉધારાય છે. આ કાળા કાયદામાં અમુક નાના ખેડૂતો જેની પાસે માંડ ચારેક વિઘા જમીન હોય જેમાં રોડ-રસ્તા પડે તો એ જમીન બધી જ જતી રહે છે. આવી કપરી સ્થિતિમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ટીંબાવાડી, સુખપુર, જાેષીપુરા અને ઝાંઝરડા ખાતે સભા, રેલી અને આવેદનપત્ર સહિતના કાર્યક્રમો અપાયા છે. હવે જૂનાગઢના મધ્ય વિસ્તાર ઝાંસીની રાણી સર્કલ ખાતે તા.૩૦ના રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે જાહેરસભા અને પછી રેલી યોજી કલેકટર અને મ્યુ. કમિશ્નરને આવેદનપત્ર આપવાના એક કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં આ ગામોના ખેડૂતોને તથા જૂનાગઢ શહરેના પ્રજાજનોને ઉમટી પડવા આહવાન કરાયું છે. એક તરફ બેફામ ખોદાઈ રહેલા રસ્તાઓ, આડેધડ અને જુની ગટરોને પુરીને જેમતેમ કરી જમીનમાં ફિટ કરવામાં આવતા ભૂગર્ભ ગટરના ભુંગળાઓ ઉપરાંત ચારેક મહિના પહેલા કાળવાના વોંકળા ઉપરના બેફામ દબાણોને કારણે શહેરમાં ગલીઓ, ઘર સુધી ઘુસી ગયેલા પુરના પાણી પછી ઉભી થયેલી સ્થિતિમાં પણ તંત્રએ કોઈપણ નક્કર પગલા ન ભરતા ભારતીય કિસાન સંઘે ખેડૂતો અને શહેરના પ્રજાજનોના આ પ્રશ્નો અંગે આ લડાત્મક કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં જૂનાગઢની વિવિધ સંસ્થાઓના આગેવાનો અને વરિષ્ઠ નાગરિકોને પણ કિસાન સંઘના આગેવાનો સંપર્ક કરી આંદોલનમાં જાેડી રહ્યા છે ત્યારે જૂનાગઢની પ્રજાએ વિશાળ સંખ્યામાં આ જાહેર સભા અને રેલીમાં ઉમટી પડી શહેરના પ્રશ્નો તરફ અંધ બની બેઠેલા શાસકોનું ધ્યાન ખેંચવા ભારતીય કિસ્ન સંઘે અપિલ કરી છે.

જૂનાગઢ મ્યુ. ગામડાના ખેડૂતો વિશાળ સંખ્યામાં વાહનો લઈ ઉમટી પડવા અપીલ
નવી ટી.પી. સ્કિમ ખેડૂતો માટે ખુબ પરેશાન કરનારી છે. જુની ટી.પી. સ્કિમનું હજુ કોઈ ઠેકાણું નથી અને ફકત શહેરના બાહ્ય વિસ્તારના ખેડૂતોને હેરાન કરવા જ કેટલાક હિત ધરાવતા તત્વોના લાભાર્થે ખેડૂતો કાંતો જમીન વગરના કે ઓછી જમીનવાળા થઈ જાય છે. ખેડૂતોની આ બાબત માટે તથા જૂનાગઢના પાયાના પ્રશ્નો માટે યોજાઈ રહેલી આ રેલીમાં વાહનો ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડજાે તેવી જાહેર અપિલ કિસાન સંઘના આગેવાનોએ કરી છે.

error: Content is protected !!