જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ઓગણીસમો પદવીદાન સમારંભ આવતીકાલ તા.૪-૧-૨૦૨૪ને ગુરૂવારના રોજ બપોરે ૧૨ઃ૦૦ કલાકે સ૨દા૨ પટેલ સભાગૃહ, જૂનાગઢ કૃષિ યુનિર્વાર્સટી, જૂનાગઢ ખાતે યોજાનાર છે. સમારંભનું પ્રમુખ સ્થાન રાજ્યના રાજ્યપાલ અને જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ, આચાર્ય દેવવ્રત શોભાવશે. આ પ્રસંગે તથી વિશેષ તરીકે રાઘવજીભાઈ પટેલ મંત્રી (કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ) ગુજરાત સરકાર ઉર્પાસ્થત રહેશે તેમજ ગજેન્દ્રસિંહ, સહ સંગઠન મંત્રી, ખિલ ભારતીય કિસાન સંઘ, મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી દિક્ષાંત પ્રવચન આપશે. આ દિક્ષાંત પદવીદાન સમારંભમાં કૃષિ, બાગાયત, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી તથા એગ્રી-બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાના કુલ-૬૨૮ વિદ્યાર્થીઓને રાજ્યપાલના વરદહસ્તે પદવીઓ એનાયત કરાશે. આ ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ ગુણાંક મેળવનાર શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને કુલ-૬૪ ગોલ્ડ મેડલ તથા ૦૧ (એક) કેશપ્રાઈઝ રાજ્યપાલના હસ્તે આપવામાં આવશે. આ કાર્યક્રમ કુલપતિ ડો. વી. પી. ચોટિયાના વડપણ અને માર્ગદર્શન હેઠળ યોજાનાર છે. ડો. પી.એમ. ચૌહાણ, કુલસચિવ, તમામ યુનિવર્સિટી અધિકારીઓ, પ્રાધ્યાપક અને વડાઓ તથા જૂ.કૃ.યુ. જૂનાગઢનાં અન્ય અધિકારી/કર્મચારીઓ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.