જૂનાગઢમાં વ્યાજના પૈસાની ઉઘરાણી કરી મરવા માટે મજબુર કરવા અંગે પોલીસ ફરિયાદ

0

જૂનાગઢમાં વ્યાજના પૈસાની ઉઘરાણી કરી અને મરવા મજબુર કરવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢના બસ સ્ટેન્ડની પાછળ નહેરૂ પાર્ક સોસાયટી, નીલકંઠ એપાર્ટમેન્ટ, બ્લોક નં-૧૦૩ ખાતે રહેતા સ્મીતાબેન ભરતભાઈ કેલૈયા(ઉ.વ.૪૮)એ પ્રફુલભાઈ ચોથાણી, કિશોરભાઈ કણસાગરા રહે.બંને નેહરૂ પાર્ક, રેખાબેન લખલાણી રહે.મેઘપુર, રાજુ મોરી, જીગ્નેશ મોરી વિગેરે સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદીના પતિએ આ કામના આરોપી નંબર-૧ પાસેથી રૂા.૭પ,૦૦૦ માસીક વ્યાજ ર ટકા લેખે તથા આરોપી નં-ર પાસેથી રૂા.૩,૯૦,૦૦૦ માસીક વ્યાજ ર ટકા લેખે તથા આરોપી નં-૩ પાસેથી રૂા.ર,૦૦,૦૦૦ માસીક વ્યાજ ૩ ટકા લેખે તથા આરોપી નં-૪ રાજુ મોરી પાસેથી રૂા.પ૦,૦૦૦ માસીક વ્યાજ ૧૦ ટકા લેખે તથા આરોપી નંબર-પ જીજ્ઞેશ મોરી પાસેથી રૂા.૧,૧પ,૦૦૦ માસીક વ્યાજ ૧૦ ટકા લેખે વ્યાજે લીધેલ હોય અને જેનું વ્યાજ ચુકવતા હોય તેમ છતાં આ કામના આરોપીઓએ આ કામના મરણ જનાર પાસેથી વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરી ફરિયાદીના પતિને મરવા મજબુર કરતા ફરિયાદીના પતિ ભરતભાઈ ઝેરી દવા પી મરણ ગયેલ હોય અને આ કામના આરોપીઓએ એક બીજાની મદદગારી કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે કલમ ૩૦૬, ૧૪૪, ગુજરાત નાણા ધીરધાર અધિનીયમની કલમ પ, ૩૩, ૪૦, ૪ર(એ), ૪ર(ડી) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એ ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

error: Content is protected !!