ગુજરાત સરકાર હસ્તકનાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા શહેરના આંતર માળખાકીય વિકાસના કામો માટે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ચેક અર્પણ સમારોહ

0

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિકાસ કામો માટે ચેક અર્પણ સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂા.૩૧ કરોડનો ચેક સ્વીકારતા મનપાના પદાધિકારીઓ : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા જૂનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓ

ગુજરાત સરકાર હસ્તકનાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગર તરફથી પ્રતિ વર્ષની જેમ રાજ્યની નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓના શહેરના આંતર માળખાકીય કામો માટે મુખ્યમંત્રીના હસ્તે ચેક અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તે અનુસાર રાજ્યની નગરપાલિકા/મહાનગરપાલિકાઓને શહેરી વિકાસના કામો માટે તા.૨-૧-૨૦૨૪ને મંગળવારના રોજ મુખ્યમંત્રીના વરદ હસ્તે રૂા.૨૦૮૪.૦૦/- કરોડના ચેક અર્પણ કાર્યક્રમ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજવામાં આવેલ છે. ગાંધીનગર ખાતે આયોજિત શહેરી વિકાસના કામો માટે ચેક અર્પણ સમારોહમાં જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ગીતાબેન મોહનભાઈ પરમાર, મ્યુ.કમિશ્નર રાજેશ એમ. તન્ના, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશભાઈ પરસાણા તેમજ કોર્પોરેટરઓ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ મહાનગરપાલિકાને શહેરના આંતર માળખાકીય કામો માટે રૂા.૩૧/- કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. જૂનાગઢ મહાનગર પાલિકાને શહેરી વિકાસ કામો માટે રૂા.૩૧/- કરોડની માતબાર રકમની ફાળવણી કરવા બદલ જૂનાગઢ મહાનગર પાલિકાના પદાધિકારીઓ અને કમિશ્નર દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરેલ છે.

error: Content is protected !!