માણાવદરમાં ત્રણ સર્ગભા માતાઓના મોત મામલે તબીબની બેદરકારી હોવાનું ખુલ્યું

0

માણાવદરની ટયુલીપ હોસ્પિટલમાં એક જ સપ્તાહમાં ત્રણ પ્રસુતાના મોત થયા મામલે જીલ્લા માતા મરણ તપાસ સમિતીનો રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસાર સગર્ભા માતાઓને સમયસર રીફર કરવામાં આવ્યા હોત તો આ બનાવ ટાળી શકાયો હોત. જેથી સ્પષ્ટ બને છે કે, આ બનાવમાં હોસ્પિટલના તબીબોની બેદરકારી છે અને તેમની સામે કાર્યવાહી કરવા માટે તંત્રએ ગુજરાત મેડિકલ કાઉન્સિલને રિપોર્ટ કર્યો છે. માણાવદરની ટયુલીપ હોસ્પિટલમાં ગત તા.૧૦ ઓકટોબરથી તા.૧૬ ઓકટોબર સુધીમાં ડીલેવરી કરનાર જીંજરી ગામની ધર્મિષ્ઠાબેન રાજગીરી મેઘનાથી, કોઠારીયા ગામની વૈશાલીબેન ઉદયભાઈ જાતિયા અને ભીંડોરા ગામની પ્રવિણાબેન રામભાઈ ડવના એક જ સપ્તાહમાં મોત થયા હતા. જે અંગે તેમના પરિવારજનોએ હોસ્પિટલના ડો. જયદિપ ભાટુ, ડો. દિશાબેન ભાટુની બેદરકારીના લીધે ત્રણેય પ્રસુતાના મોત થયાનો આક્ષેપ કરવામાં આવતા પોલીસે તપાસ કરીને જીલ્લા આરોગ્ય વિભાગને મોકલી આપેલ હતો. ત્યાર બાદ આ ગંભીર ઘટના અંગે જીલ્લા કલેકટર દ્વારા જીલ્લા માતા મરણ તપાસ સમિતીની રચના કરીને તપાસ શરૂ કરાવવામાં આવી હતી. જેની તપાસ પુર્ણ થયે તપાસ સમિતીએ કલેકટરને રિપોર્ટ સોંપ્યો છે. જેમાં એવું જણાવેલ છે કે, આ તપાસ સમિતી દ્વારા મૃતક મહિલાઓના સગા સંબંધી, હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડોકટરો, તમામ સ્ટાફની સમિતી સમક્ષ મૌખિક તેમજ લેખિતમાં નિવેદનો લેવામાં આવેલા હતા. આ કેસમાં તમામ મેડિકલ રીપોર્ટસ, કેસ પેપર, સાધનિક કાગળોની સઘન તપાસ કર્યા બાદ સમિતીએ વિસ્તૃત તપાસ અહેવાલ રજુ કરવામાં આવેલ છે. જેમાં સર્ગભા માતા પૈકી બે માતા જાેખમી હતી અને તેને સિઝેરીયન ડીલેવરી કરવામાં આવેલ હતી. તેમાં એક સગર્ભા માતાને કમળાની અસર થયેલ હતી. બીજા દર્દીને જાેડયા બાળકો હોય સિઝેરીયન દ્વારા ડીલેવરી કરવામાં આવેલ હતી અને ત્રીજા દર્દીને પ્રેગ્નસી દરમ્યાન હાઈપર ટેન્શન અને ખેંચ આવેલ હતી. જાે સગર્ભા માતાઓને સમયસર રીફર કરવામાં આવ્યા હોત તો આ બનાવ ટાળી શકાયો હોત તેવું પ્રાથમિક અહેવાલ પ્રમાણે સમિતીનું તારણ થાય છે. જે અન્વયે આગળની કાર્યવાહી કરવાની સત્તા ગુજરાત મેડિકલ કાઉન્સિલને લગત હોયગ તેના અધ્યક્ષને રિપોર્ટ કરેલ છે.

error: Content is protected !!