ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીબાપુનું ફેક આઈડી બનાવનારને શખ્સને મેંદરડાથી ઝડપી લેતી પોલીસ

0

ત્રણ દિવસ પહેલા જૂનાગઢ દત્તાત્રેય મંદિર અને કમંડળ કુંડ સંસ્થાના ગાદીપતિ મહેશ ગીરીબાપુનું ફેક આઈડી બનાવવામાં આવ્યું હતું. જેને લઇ ભૂતનાથ મંદિર ટ્રસ્ટના સેવક અસ્તેય પુરોહિત દ્વારા સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા જૂનાગઢ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ફેસબુકનું ફેક આઈડી બનાવી સમાજમાં વૈમનસ્ય ફેલાઈ અને સમાજની શાંતિ ડહોળાઈ તેવી પોસ્ટ કરવામાં આવી હતી. જેને લઇ જૂનાગઢ પોલીસ દ્વારા મહેશગિરી બાપુનું ફેસબુકમાં ફેક આઈડી બનાવનાર અરવિંદકુમાર કપૂરચંદ જૈનને સાધુના વેશમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. જૂનાગઢ જિલ્લાના એસપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે, ગત ૩૦ ડિસેમ્બરના જૂનાગઢ સાયબર પોલીસ સ્ટેશનમાં ફેસબુકનું ફેક આઈડી બનાવવા બાબતે ફરિયાદ નોંધવામાં આવી હતી. જૂનાગઢ કમંડળ કુંડના મહંતનું ફેક આઈડી બનાવવામાં આવ્યું હતું અને આ ફેક આઈડી મારફત હિન્દુ અને મુસ્લિમ ધર્મમાં ધાર્મિક વૈમનસ્ય ફેલાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે આ આઈડી બનાવનાર અરવિંદ કુમાર કપૂરચંદ જૈન(ઉ.વ.૪૭) વર્ષને મેંદરડા નજીક આવેલ એક આશ્રમમાંથી પકડી પાડવામાં આવ્યો છે. પોલીસ પૂછપરછમાં પકડાયેલ આરોપીની જયગીરી ગુરૂ મનોજ ગીરી પ્રેમગીરી નામના સાધુ તરીકેની ઓળખ સામે આવી હતી. પકડાયેલ આરોપીએ અગાઉ દત્તાત્રેય શિખર ઉપર જે ઘટના બની હતી. તે બાબતે લાગી આવતા મહંતનું ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. હાલ પોલીસ પકડાયેલ આરોપીએ આ એક એકાઉન્ટ બનાવવા માટે કોની મદદ લીધી ? અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે નહિ ? આ બાબતે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!