જૂનાગઢમાં ઝાંસીની રાણી સર્કલની જગ્યા અન્યને ફાળવી દેવા મનપાની હીલચાલ સામે વિરોધ

0

આજે જૂનાગઢમાં પાયાના પ્રશ્નોની ચર્ચા માટે યોજાનારી બેઠકમાં પણ આ પ્રશ્ન અંગેની થશે ચર્ચા

જૂનાગઢ અને આસપાસના લોકોને માટે વિવિધ પ્રશ્ને આંદોલન કરવા માટેની એક મહત્વની જગ્યા એટલે કે જૂનાગઢ શહેરમાં આવેલા ઝાંસીની રાણીની પ્રતિમા પાસેની જગ્યા કે આ જગ્યા ખાતે અનેક આંદોલનો માટેની સભાઓ, સર્ઘષો યોજાયા છે અને હવે આગામી દિવસોમાં આ ખાલી પડેલી જગ્યાને અન્યને આપી દેવાની મનપાની હીલચાલ થઈ રહી છે તેની સામે વિરોધ ઉઠવા પામ્યો છે. આ સાથે જ આજે જૂનાગઢ શહેરમાં પાયાના પ્રશ્નોની ચર્ચા, કારણ અને ઉપાય માટે વરિષ્ઠ લોકોની બેઠક મળી રહી છે. તેમાં પણ આ પ્રશ્ન ચર્ચવામાં આવે તેવી શક્યતા છે. જૂનાગઢ શહેરમાં સરદારબાગ નજીક આવેલું દેશના વિરાંગના એવા ઝાંસીની રાણીનું સર્કલ જૂનાગઢ અને આસપાસના લોકોના માટે ખાસ કરીને કોઈપણ આમ જનતાના પ્રશ્ન હોય તો લડાઈનું રણશીંગું આ સર્કલ નજીકથી ફુંકવામાં આવતું હોય છે. તાજેતરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના પ્રશ્નો અહીં એક જંગી જાહેરસભા યોજી હતી અને ત્યારબાદ રેલી અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. સ્વાતંત્ર સગ્રામને ૧પ૦ વર્ષ પુર્ણ થયા હતા તે વખતે ગુજરાત સ્થાપના દિવસ ૧મી મે ર૦૦૭ની ઉજવણી પ્રસંગે સ્વાતંત્ર સેનાની વિરાંગની ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાનું તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. અનેક પ્રસંગોનું સાક્ષી ઝાંસીના રાણીના સર્કલની આ જગ્યા હવે નજીકના સમયમાં ઝુંટવાય જાય તેવી હીલચાલ થઈ રહી છે. આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, જૂનાગઢ શહેરની મધ્યે આવેલા નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનનું ૭૦ કરોડના ખર્ચે કામ ચાલી રહ્યું છે અને તળાવના બ્યુટીફિકેશનનું કામ પહેલા તબક્કામાં છે ત્યારે સરોવર કાંઠે આવેલ પેટ્રોલપંપને અહીંથી અન્ય જગ્યાએ સ્થળાંતર કરવું જરૂરી હોય જેથી તેને અન્યત્ર જગ્યા ફાળવવા માટે મહાનગરપાલિકાએ ત્રણ વિકલ્પ આપ્યા છે જેમાં ઝાંસીની રાણીના સર્કલની ખાલી પડેલી જગ્યા ઉપર પસંદગી ઉતારવામાં આવી રહી છે અને પેટ્રોલપંપને ૯૯ વર્ષના ભાડા પટ્ટે આ જગ્યા આપી દેવામાં આવે તેવું જાણવા મળે છે. આ અંગેની એક દરખાસ્ત મ્યુનિસીપલ કમિશ્નર તરફથી મુકવામાં આવી છે અને આગામી તા.પમીએ શુક્રવારના રોજ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની યોજાનારી બેઠકમાં નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરદારબાગ પાસે આવેલ વિરાંગના રાણી લક્ષ્મીબાઈ ઝાંસીની રાણીના સર્કલની જગ્યા જાે ઝુંટવાય જશે અને અન્યને ફાળવી આપવામાં આવશે તો જૂનાગઢ શહેરમાંથી વિશેષ પ્રસંગો તેમજ ધાર્મિક કાર્યો તેમજ લોકોને પોતાનો અવાજ રજુ કરવા માટેની મહત્વની જગ્યા એવા આ મેદાન જતું રહેશે તો એક ઐતિહાસીક મેદાન ગુમાવ્યાનું દુઃખ જનતાજનારધનને દુઃખદાયક બની રહેશે. પરંતુ આવું ન થાય અને ઝાંસીની રાણીના સર્કલની ખાલી પડેલી આ જગ્યા અનામત રાખવામાં આવે તેવી લાગણી અને માંગણી આમ જનતાની છે. એટલું જ નહી આજે જયારે જૂનાગઢમાં ઈન્દ્રલોક હોટલ ખાતે નાગરિક હિત રક્ષક સમિતીની બેઠક મળી રહી છે ત્યારે આ બેઠકમાં પણ આ મુદ્દાને અગ્ર સ્થાને લેવામાં આવે તેવી લાગણી જાેવા મળી રહી છે.

error: Content is protected !!