દ્વારકામાં ભાજપના જામનગર અને રાજકોટના કોર્પોરેટરોનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો

0


દેવભૂમિ દ્વારકા ખાતે ગઈકાલે ગુરૂવારે ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગરના યજમાન સ્થાને જામનગર મહાનગર તથા રાજકોટ મહાનગરના કોર્પોરેટરો તથા શિક્ષણ સમિતિના સભ્યોનો અભ્યાસ યોજાયો હતો. આગામી ચૂંટણીમાં કોર્પોરેટરોની ભૂમિકા, સોશિયલ મીડિયાનો ઉપયોગ, જનહિતની કામગીરી, વિવિધ સરકારી યોજનાઓ, વિગેરે વિષયો ઉપર દ્વારકા ખાતે બે દિવસનો અભ્યાસ વર્ગ યોજાયો હતો. કુલ સાત સત્રમાં આ અભ્યાસ વર્ગ યોજાયો હતો. જેમાં પ્રથમ સત્રના પ્રારંભમાં વિષય લોકસભા ચૂંટણીમાં મારૂ યોગદાન પાર્ટીના બુથ લેવલ કામગીરી અને સામાજિક આધાર વધારવાની કામગીરી વિષય ઉપર આર.સી. ફળદુએ ઉદબોધન કર્યું હતું. ‘સફળ કહાનીયા’ અનુભવ શેર કરવા પ્રશ્નોત્તર ભાષણ આ વિષય ઉપર પ્રદીપભાઈ ખીમાણીએ ઉદબોધન કર્યું હતું. મહાનગરપાલિકાની કાર્યપદ્ધતિ તથા ‘જન પ્રતિનિધિના હક અને ફરજ’ વિષય ઉપર શબ્દસરણભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા તેમજ સોશિયલ મીડિયાના ઉપયોગ ઉપર મનનભાઈ દાણી દ્વારા ઉદબોધન કરવામાં આવ્યું હતું. આ અભ્યાસ વર્ગના પ્રથમ દિવસે ઉપરોક્ત ચાર સત્ર ચલાવવામાં આવ્યા હતા. અભ્યાસ વર્ગના બીજા દિવસે કુશળ જનપ્રતિનિધિ – કાર્યાલય, જન-સંપર્ક, પ્રવાસ ઉપર ડો. સમીર કગલકરજી દ્વારા ઉદબોધન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર તથા રાજ્ય સરકારની ગરીબ કલ્યાણકારી યોજનાઓ અને તેનું સો ટકા ક્રિયાન્વયન ઉપર જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ અભ્યાસ વર્ગના અંતિમ સત્ર વિષય, પાર્ટી, ઇતિહાસ, વિચારધારા, જન ભાગીદારીતા ઉપર રવિન્દ્ર સાઠે દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ અભ્યાસ વર્ગનું આયોજન તથા વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ટીમોમાં વિવિધ હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. જે પૈકી વર્ગ સ્થાન વ્યવસ્થા કેતનભાઈ જાેશી, અમીબેન પરીખ, દિનેશભાઈ ગજેરા, રાજપાલભાઈ ગઢવી, ખુમાનસિંહ સરવૈયા, ધવલ નાખવા, મૃગેશ દવે, દિલીપસિંહ જાડેજા, વિરલ બારડ, નિશાનભાઈ અગારા, ચિંતન ચોવટીયા, ગોપાલભાઈ સોરઠીયા, દુષ્યંતભાઈ સોલંકી, રાજુભાઈ યાદવ, દિપકભાઈ શ્રીમાળી, અશોકભાઈ વશિયર, વંદે માતરમ ગાન મોનિકાબેન વ્યાસ, કે.જે. કનખરા, દિલીપસિંહ કંચવા, ભાર્ગવ ઠાકર વિગેરે દ્વારા પોત-પોતાની જવાબદારી નિભાવવામાં આવી હતી. કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે મહામંત્રી વિજયસિંહ જેઠવા તથા આ કાર્યક્રમમાં ભાજપ શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સાંસદ પૂનમબેન માડમ મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઈ ભાટુ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી. ફળદુ, કાર્યક્રમના ઇન્ચાર્જ પ્રદીપભાઈ ખીમાણી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી સહિત જામનગર અને રાજકોટના કોર્પોરેટરો તથા શિક્ષણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!