વેરાવળ શહેરમાં નૂતન રેલ્વે સ્ટેશન રૂા.૧૦ કરોડના ખર્ચથી આધૂનીક સૂવીધાઓથી સજ્જ બનનાર છે પરંતુ હાલ લોકોને વાહન પાર્કીગ સહીતની સમસ્યાઓના વૈકલ્પીક ઊકેલની લોકમાંગ

0


વેરાવળ શહેરમાં નૂતન રેલ્વે સ્ટેશન રૂા.૧૦ કરોડના ખર્ચથી આધૂનીક સૂવીધાઓથી સજ્જ બનનાર છે પરંતુ હાલ લોકોને વાહન પાર્કીગ સહીતની સમસ્યાઓના વૈકલ્પીક ઊકેલની લોકમાંગ ઉઠવા પામેલ છે. યાત્રાધામ સોમનાથ વેરાવળ શહેરમાં ભારત અમૃતમ યોજના હેઠળ વેરાવળ રેલ્વે સ્ટેશન રૂા.૧૦ કરોડના ખર્ચે નૂતન બની રહ્યું છે. રાજા રજવાડાના વખતનું પૌરાણિક રેલ્વે સ્ટેશન હવે આધુનિકતાના પોશાકમાં જાેવા મળશે. વિશ્વભરના સોમનાથ આવનારા યાત્રિકોની તમામ સુવિધાઓનું અહીં નિર્માણમાં ધ્યાન રખાયું છે. ભૂતકાળનું ધમધમતું વેરાવળ બંદર કે અહીં દેશ વિદેશના વહાણો આવતા અને આયાત અને નિકાસ થતી હતી તો દરિયા કિનારાને જાેડતી રજવાડાના વખતથી રેલ્વે લાઈન અને રેલ્વે સ્ટેશન કાર્યરત હતા. વેરાવળ રેલ્વે જંકશનથી દેશભરના વિવિધ રાજ્યોની કનેક્ટિવિટી સાથે ભૂતકાળમાં પણ ટ્રેનો ચાલુ હતી પરંતુ ટુરિઝમ અને વિકાસને લઈ સોમનાથ વેરાવળ છે અનેક લાંબા રૂટની ટ્રેનો પણ શરૂ કરાય છે. સોમનાથ તીર્થને હિસાબે અહીં જે ટ્રેનો આવે એમાં વધારે કોચ હોવાથી સ્ટેશન છેડા ઉપર હોય ત્યારે વડીલો વૃદ્ધો અને મહિલાઓએ ટ્રેનમાં પોતાનો બેઠક અને કોચ શોધવા લાંબુ ચાલવું પડતું હાલ જે ટિકિટ બારી છે તે ત્યાંથી હટાવી અને આવતી જતી ટ્રેનોના સેન્ટર પોઇન્ટ ઉપર ટિકિટ બારી પ્રત્યક્ષાલય અને સુવિધા યુક્ત વેઇટિંગ રૂમ સહિતની સુવિધાઓ ટ્રેનના કોચના મધ્ય સેન્ટરમાં નિર્માણ થવા જઇ રહી છે રૂપિયા ૧૦ કરોડના ખર્ચથી સ્ટેશનનો પાર્કિંગ એરિયા તેમજ આસપાસના વિસ્તારોને પણ સુવિધા યુક્ત બનાવાઇ રહ્યા છે તેમજ અહીં થતી ભારે ટ્રાફિક સમસ્યાને લઈને હાલ સુધીનું આવવા જવાનો એક જ માર્ગ હતો તેને ઈન અને આઉટ બે જગ્યા બનાવાય છે જેથી અંદર પ્રવેશનો દરવાજાે અલગ રહેશે અને બહાર નીકળવાનો દરવાજાે પણ અલગ રહેશે. જેથી અહીં આવનારા યાત્રીકોને આવનારા સમયમાં સારી સુવિધાઓ મળી શકશે. સોમનાથ તીર્થને છાજે એવું ભવ્ય રેલ્વે સ્ટેશનનું નિર્માણ કામ હાલ ચાલી રહ્યું છે. ત્યારે હાલ સ્ટેશન વિસ્તારમાં ભારે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા વિકટ બની છે. ત્યારે સ્થાનિક લોકોએ જ્યાં સુધી નવું સ્ટેશન નિર્માણ ન પામે ત્યાં સુધીમાં ટાઇમપરેરી પાર્કિંગ તેમજ અન્ય સુવિધાઓ બાબતે યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી માની રહ્યા છે. તો રેલ્વે સ્ટેશનના ચાલી રહેલા નિર્માણ કાર્યમાં પણ રેલ્વે સત્તાવાળાઓ દ્વારા નિર્માણ કાર્યની સમીક્ષા પણ સમયાન્તરે થતી રહે તેવી લોકો માંગ કરી રહ્યા છે. જેના કારણે કામ ગુણવત્તા યુક્ત બને અને સમય મર્યાદામાં પૂર્ણ પણ થાય જેથી હાલ સમસ્યા ભોગવી રહેલા યાત્રિકોને પણ વહેલી તકે રાહત થાય ત્યારે આજે વેરાવળ રેલ્વે સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટ મહાપાત્રા આરપીએફના અધિકારીઓ તેમજ સ્ટેશન સ્ટાફ સહિત રેલ્વે કમિટીના સેક્રેટરી મુકેશભાઇ ચોલેરા તેમજ સામાજિક કાર્યકર અનિશભાઇ રાચ્છ સહિતના લોકોએ રેલ્વે સ્ટેશનની ચાલી રહેલી કામગીરી સાઇટનું નિરીક્ષણ કર્યું હતું અને આવનારા સમયમાં વ્હેલી તકે કામગીરી સંપન્ન થાય તેવા પ્રયાસો કરવા રેલ વિભાગને રજૂઆત કરી હાલ લોકોને વાહન પાર્કીગ સહીતની સમસ્યાઓ અંગે વૈકલ્પીક ઊકેલ લાવવા જણાવેલ છે.

error: Content is protected !!