આવતીકાલે રાજકોટ શહેરના સામાકાંઠે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનું ભવ્ય સ્નેહમિલન યોજાશે

0

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં સ્નેહમિલનનું આયોજન : સ્નેહમિલન સમારોહમાં લેઉવા પટેલ પરિવારજનોને ભાવભર્યું આમંત્રણ

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના નેજા હેઠળ કામ કરતી ખોડલધામ ઈસ્ટ ઝોનસમિતિ રાજકોટ શહેર(વોર્ડ નંબર. ૪,૫ અને ૬) દ્વારા રાજકોટ શહેરના સામાકાંઠે આવતીકાલ તારીખ ૬ જાન્યુઆરીને શનિવારના રોજ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરના કુવાડવા રોડ ઉપર ૮૦ ફૂટ રોડ ઉપર આવેલા કાર્તિક ફાર્મ ખાતે નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સર્વ સમાજના લાભાર્થે નિર્માણ પામનાર અદ્યતન કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું આગામી તારીખ ૨૧ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ ભૂમિપૂજન થનાર છે ત્યારે આ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજન સમારોહનું આમંત્રણ આપવા અને ભૂમિદાન માટે સૌને સંકલ્પબદ્ધ કરવાના આશય સાથે નરેશભાઈ પટેલ આ સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપશે. રાજકોટ શહેરના કુવાડવા રોડ ઉપર ૮૦ ફૂટ રોડ ઉપર આવેલા કાર્તિક ફાર્મ ખાતે સાંજે ૫ કલાકેથી આ સ્નેહમિલન સમારોહ શરૂ થશે. જેમાં મનસુખભાઈ વસોયા(ખિલોરીવાળા) હાસ્યની રમઝટ બોલાવશે. ત્યારબાદ નરેશભાઈ પટેલ ઉપસ્થિત સૌને રાજકોટ નજીક અમરેલી ગામ ખાતે નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર અંગેની માહિતી આપશે અને સૌને આ માનવ સેવાના કાર્યમાં ભૂમિદાનના માધ્યમથી સહભાગી થવા આહવાન કરશે. કાર્યક્રમના અંતે સૌ સમૂહ ભોજન લઈશું. તો આ સ્નેહમિલન સમારોહમાં પધારવા શ્રી ખોડલધામ પરિવાર- ઈસ્ટ ઝોનરાજકોટ શહેર લેઉવા પટેલ પરિવારજનોને ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવે છે.

error: Content is protected !!