ગિરનાર સ્પર્ધામાં સદનસીબે એક પણ સ્પર્ધકને મોટી ઈજા ન થઈ

0

મેડિકલ ટીમ દ્વારા અંદાજે ૮૦૦ જેટલા સ્પર્ધકોને જરૂરી સામાન્ય સારવાર અપાઈ : સ્પર્ધકોને જરૂરી સારવાર માટે મેડિકલ ટીમ સતત ખડે પગે રહી

ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ખૂબ કઠિન માનવામાં આવે છે. તેમાં ગંભીર ઈજા થવાની પણ શક્યતાઓ હોય છે. પરંતુ આ ૩૮મી અખિલ ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધામાં સદનસીબે એક પણ સ્પર્ધકને મોટી ઈજા થઈ નથી. મંગલનાથ બાપુની જગ્યા કાર્યરત કરાયેલ સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા સ્પર્ધા પૂર્ણ કરીને આવેલા અંદાજે ૮૦૦ જેટલા સ્પર્ધકોને સામાન્ય સારવાર જરૂરી આપવામાં આવી હતી. મેડિકલ ટીમના ડો.જયદીપ ટીલાળાએ જણાવ્યું કે, ગિરનાર સ્પર્ધામાં સ્પર્ધકોને ક્રેમ્પ્સ, સોજાે આવી જવો, નસ ચડી જવી, કે પડી જવાથી છોલાઈ જવું જેવી સામાન્ય ઈજાઓ થઈ હતી. જેથી મેડિકલ ટીમ દ્વારા સ્પર્ધકોની સારવારની જરૂરિયાત મુજબ દર્દમાં રાહત કરતી પેઈન કિલર, ડાયક્લોફિનાક જેલથી સારવાર કરવામાં આવી હતી. ઉપરાંત દર્દમાં રાહત આપતા બેન્ડીટ (ગરમ પાટા) બાંધી આપવામાં આવ્યા હતા અને જરૂરી ડ્રેસીંગ પણ કરવામાં આવ્યું હતું. આમ, આમ સ્પર્ધકોને જરૂરી સારવાર આપવા માટે મેડિકલ ટીમ સતત ખડેપગે રહી હતી.

error: Content is protected !!