આવતીકાલે અખિલ ગુજરાત ગિરનાર આરોહણ સ્પર્ધા : સ્પર્ધકોમાં ભારે ઉત્સાહ

0

જૂનાગઢ સહિત રાજયના ર૦ જીલ્લામાંથી ૧૧૭પ સ્પર્ધકો લેશે ભાગ

યુવાનોમાં જાેમ, જુસ્સો અને સાહસ વધારનારી તેમજ અત્યંત કઠીન એવી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા આવતીકાલે યોજવામાં આવનાર છે. કુલ ર૦ જીલ્લાના ૧૧૭પ સ્પર્ધકો આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે અને સ્પર્ધાને લઈને તડામાર તૈયારીને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.
દર વર્ષે ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજવામાં આવે છે અને આ સ્પર્ધા માટે તડામાર તૈયારી હાથ ધરવામાં આવે છે. રાજયના વિવિધ જીલ્લાઓના સ્પર્ધકો ભારે ઉત્સાહપુર્વક ભાગ લે છે અને અત્યંત કઠીન મનાતી આ સ્પર્ધામાં વિજેતા બની અને ગૌરવ વધારે છે. આ વર્ષે અખિલ ગુજરાત ગિરનાર આરોહણ સ્પર્ધા આવતીકાલે યોજાઈ રહી છે. આવતીકાલે યોજાનારી ૩૮મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ સ્પર્ધામાં ગુજરાતના ર૦ જીલ્લાઓમાંથી સિનીયર-જુનિયર ભાઈ-બહેનો મળીને કુલ ૧૧૭પ સ્પર્ધકો તેમાં જાેડાઈ રહ્યા છે. આ સ્પર્ધકોમાં જૂનાગઢ જીલ્લામાંથી ૪૧૬, પોરબંદર-૭, રાજકોટના-ર૬, જામનગરના-૧ર, ભાવનગરના-૩ર, અમરેલીના-૭૧, સુરતના-પ, ગીર-સોમનાથના-પ૪૩, સાબરકાંઠાના-૧, બોટાદના-૧૦, મોરબીના-૪, દ્વારકાના-૧૩, દાહોદના-૩, અમદાવાદના-૧ર, સુરેન્દ્રનગરના-૧૩, મહીસાગરના-૧, ખેડાના-૧, કચ્છના-૩, નવસારીના-૧, છોટાઉદયપુરના-૧ સહિત કુલ ૮૮૪ ભાઈઓ અને ર૯૧ બહેનો મળી કુલ ૧૧૭પ સ્પર્ધકો આવતીકાલે ગિરનાર ઉપર દોટ લગાવશે. રાજયના યુવક સેવા અને સાંસ્કૃતિ વિભાગ તેમજ જૂનાગઢ જીલ્લા વહિવટીતંત્રના ઉપક્રમે આવતીકાલે અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ રહી છે ત્યારે આ સ્પર્ધાને સફળ બનાવવા માટેની તડામાર તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

અખિલગુજરાત ગિરનાર આરોહણ સ્પર્ધાના સ્પર્ધકોને એવું પ્રમાણપત્ર આપો કે તેને કેરીયર બનાવવામાં ઉપયોગી સાબિત થાય
છેલ્લા ૩૮ વર્ષથી ગિરનાર આરોહણ સ્પર્ધા યોજવામાં આવી રહી છે. દર વર્ષે આ સ્પર્ધા યોજવામાં આવે છે અને જેમાં રાજયભરમાંથી મોટી સંખ્યામાં સ્પર્ધકો ઉત્સાહભેર ભાગ લે છે. વિજેતા બને છે. રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્રો આપવામાં આવે છે. છેલ્લા ૩૮ વર્ષથી યોજાઈ રહેલી આ સ્પર્ધામાં ઉત્સાહપુર્વક રીતે જાેખમી સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા બનેલા આ સ્પર્ધકોને એક જ વસવસો રહ્યો છે કે તેમની ભવિષ્યની કારકીર્દીમાં ગિરનાર સ્પર્ધાનું પ્રમાણપત્ર કોઈ મદદગારી સાબિત કરતું થતું નથી. અત્યંત જાેખમી આ સ્પર્ધાનું આયોજન ગુજરાત રાજયના યુવક અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવતું હોય છે અને જૂનાગઢ જીલ્લા વહિવટીતંત્રના સંયુકત ઉપક્રમે આ સ્પર્ધા યોજવામાં આવે છે. આ સ્પર્ધામાં ભાગ લઈ રહેલા સ્પર્ધકોને એવું પ્રમાણપત્ર આપવું જાેઈએ કે તેઓને મેરીટ લીસ્ટમાં ગુણનો ઉમેરો થાય અને ભવિષ્યમાં વિવિધ પરીક્ષાઓમાં તેઓને મદદગાર સાબિત થાય તેવા પ્રમાણપત્ર આપવાની લાગણી અને માંગણી વ્યકત થઈ રહી છે. અખિલ ગુજરાત આરોહણ-અવરોહણ સ્પર્ધા બાદ આ સ્પર્ધામાં વિજેતા બનેલા સ્પર્ધકોમાંથી અખિલ રાષ્ટ્રીય ગિરનાર આરોહણ સ્પર્ધા હવે પછી યોજવાની છે. દરમ્યાન જૂનાગઢ ખાતે આ વર્ષે પ્રજાસત્તાક પર્વ એટલે કે ર૬ મી જાન્યુઆરીની રાજયકક્ષાની ઉજવણી થવાની છે ત્યારે આ ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાના સ્પર્ધકો માટેના પ્રમાણપત્રોને તેમની ભવિષ્યની કારકીર્દી માટે મેરીટ લીસ્ટમાં સહાયરૂપ થાય તેવી જાહેર કરવામાં આવે તેવી લાગણી સ્પર્ધોમાં પ્રવર્તી રહી છે.

error: Content is protected !!