જૂનાગઢના ઐતિહાસીક ઉપરકોટના કિલ્લાની ૧૦૦ દિવસમાં ૪ લાખ કરતા વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી

0

જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લો શરૂ થયાના ૧૦૦ દિવસ પૂરા થયા છે. ત્યારે અહીં આવનાર પ્રવાસીઓનો ખૂબ જ પ્રતિસાદ મળ્યો છે.જેમાં દેશનાં અલગ અલગ રાજ્યો અને બીજા દેશોમાંથી થઇને ૪,૧૬,૦૦૦ થી પણ વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. ઉપરકોટ ખુલ્યાના ૧૦૦ દિવસ દરમ્યાન આ ઐતિહાસિક કિલ્લાની ૪ લાખથી પણ વધારે લોકોએ મુલાકાત લીધી. ઉપરકોટમાં ૧૦૦ દિવસમાં અલગ અલગ ૨૫ ઈવેન્ટ્‌સ હાથ ધરવામાં આવી હતી અને૧૯ નવી સર્વિસનો ઉમેરો કરવામાં આવ્યો છે. તેમજ ઉપરકોટનો મજબૂત સુરક્ષા અને સલામતી માટે ૮ પાસાઓને ઉમેર્યા છે અને અલગ ૧૧ નવી સુવિધાઓનો ઉમેરો કર્યો છે. ઉપરકોટમાં આવનાર પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવા પ્રવાસન ની ૧૭ જેટલી મેનેજમેન્ટ સીસ્ટમને અપગ્રેડ કરવામાં આવી છે. ઉપરકોટ સવાણી હેરીટેજ કન્ઝર્વેશન પ્રા.લી.ના જનરલ મેનેજર રાજેશ તોતલાણી જણાવ્યું હતું કે, “અમે ખરેખર આવા ફૂટફોલ લેવલ વિશે એટલા ચોક્કસ ન હતા. પરંતુ પહેલા દિવસથી જ અમે ઉપરકોટ કિલ્લા ઉપર આવતા દરેક પ્રવાસીને શ્રેષ્ઠ અને સૌથી સુરક્ષિત અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. માત્ર પ્રથમ વખત આવતા પ્રવાસીઓ માટે જ નહીં પરંતુ ફરીથી આવતા પ્રવાસીઓ માટે પણ “વાહ-શું વાત છે!” કહી જાય તે મુજબ અમારી ટીમ હયાત સુવિધાઓને અપગ્રેડ કરવા અને નવા પરિબળોને લાવવા માટે સતત કટીબદ્ધ છે. અમારો ફૂડકોર્ટ મહદઅંશે પૂર્ણ થઇને ફાળવાઈ ગયો છે અને ત્યાં ટૂંક સમયમાં જ સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવશે. ૧૭ દુકાનો સાથે નવું બનાવવામાં આવેલ હાટ-બજાર ૫૦% સુધી ફાળવાઈ ગયેલ છે. જ્યાંથી લોકો ને ગરવી ગુર્જરી, હેલ્લારો બાંધણી, કચ્છી વર્ક, ગાયના છાણમાંથી બનાવેલ વસ્તુઓ, ગીર ગાયનું શ્રેષ્ઠ ઘી, ઓર્ગેનિક વસ્તુઓ અને બીજું ઘણું બધું મેળવી શકાશે. નજીકમાં જ વાંસની બનાવટો, માટીની બનાવટો, વણાટ કામ, ખાદી, બનારસી વગેરે આવવાની અપેક્ષા છે. સેગવે રાઇડ અહીંના લોકો માટે ખરેખર અલગ જ રોમાંચકારી અનુભવ આપે છે જે પહેલા ક્યારેય જાેવા મળેલ નહોતી. સવાણી હેરીટેજ કન્ઝર્વેશન પ્રા.લી.ની ટીમ ઉપરકોટને સુરક્ષા અને સલામતીને પ્રાધાન્ય આપે છે. ત્યારે ભારત માં કિલ્લાનું શ્રેષ્ઠ મેનેજમેન્ટ પણ પ્રતિબદ્ધ છે. પ્રવાસીઓની સુવિધા માટે અને કોઈ ચોરી ન થાય તે માટે તમામ નાણાકીય વ્યવહારો ઇહ્લૈંડ્ઢ દ્વારા કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ટ્રીપોડ ટર્નસ્ટાઇલ બેરિયર દ્વારા સ્કેનિંગ કર્યા પછી જ કિલ્લામાં પ્રવેશ થશે અને પ્રવાસીઓએ આપવામાં આવેલા ઇહ્લૈંડ્ઢ બેન્ડ દ્વારા તમામ ખરીદી કરવાની રહેશે. ઉપરકોટ એ જૂનાગઢ પ્રદેશમાં ઈવેન્ટ્‌સ માટે નું એક હબ બની રહ્યું છે.તેમજ “મહાનગરપાલિકા અહીં ૧૪મી જાન્યુઆરીએ પતંગોત્સવનું આયોજન કરશે.” વધુમાં વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૨૪ દરમ્યાન તેની થીમ ઉપર નાઈટ વોક કરવા માટે વિચારણા ચાલી રહી છે. તેમણે કહ્યું કે તેમને તેમની કેબિનની બારી સામે બનાવેલી ફ્લોર ગેમ હોપ-સ્કોચ રમતા બાળકોને જાેવું ગમે છે જ્યાં ૨ વર્ષથી ૭૦ વર્ષની વયના લગભગ ૫૦૦ લોકો દરરોજ વિના મૂલ્યે રમતા જાેવા મળે છે. ૬ઠ્ઠી જાન્યુઆરીએ ઉપરકોટના ઉદઘાટનના ૧૦૦ દિવસ પૂર્ણ થયાના નિમિત્તે કિલ્લા ખાતે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ ૧૦૦ મુલાકાતીઓને ગોલ્ડન એન્ટ્રી ટિકિટ મફત આપવામાં આવી હતી. તેઓનું ગુલાબના ફૂલ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાળકોએ ઘણી મનોરંજક પ્રવૃત્તિઓ અને કેક કાપવાની મજા માણી હતી. આ ઐતિહાસિક કિલ્લો આશરે ૩ વર્ષ સુધી ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ હેઠળ રિસ્ટોરેશન કરવામાં આવી રહ્યો હતો. આ રિસ્ટોરેશન નું કામ સવાણી હેરીટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ૭૪ કરોડના ખર્ચ સાથે પૂર્ણ કરવામાં આવ્યું હતું અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!