જૂનાગઢમાં છત્તીસગઢ રાજ્ય સહિતના ૫૪ વિદ્યાર્થીઓએ ખડક ચઢાણ માટેના બેઝીક કોર્ષની તાલીમ પૂર્ણ કરી

0

જૂનાગઢ ખાતેના પંડિત દીનદયાળ પર્વતારોહણ તાલીમ કેન્દ્રમાં છત્તીસગઢ રાજ્યમાંથી આવેલા ૨૨ અને સુરત ખાતેની ઈન્ડસ્ટ્રીય સેફ્ટી એન્ડ સિક્યોરીટી એકેડમીના ૩૨ વિદ્યાર્થીઓએ ૧૦ દિવસીય ખડક ચઢાણ માટેના બેઝિક કાર્ષની તાલીમ પૂર્ણ કરી છે. આ વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક તાલીમ લેવા માટે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતા.
રાજય સરકારના કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર ઉપક્રમે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર-જૂનાગઢ દ્વારા આયોજીત ખડક ચઢાણ બેઝિક કોર્સ તા. ૦૨-૦૧-૨૦૨૪ થી તા. ૧૧-૦૧-૨૦૨૪ દરમિયાન જૂનાગઢ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં છત્તીસગઢના ૨૨ અને ઈન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી-સુરતના ૩૨ સહિત કુલ ૫૪ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. આ તાલીમના સમાપન સમારોહ ગિરનાર રોપ-વેના મેનેજર કુલબીરસિંઘ બેદી, માઉન્ટ આબુ ખાતેની જીફૈંસ્ના પૂર્વ પ્રિન્સીપાલ કે.પી. રાજપૂત, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્રના ઇન્ચાર્જ ઈન્સ્ટ્રક્ટર ઉપેન્દ્રસિંહ રાઠોડની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ કુલબીરસિંઘ બેદીએ તાલીમાર્થીઓને શિબિરને અનુરૂપ માર્ગદર્શન આપતા જણાવ્યુંકે,આ પ્રકારના કોર્ષ કરનાર તાલીમાર્થીઓને ખાસ કરીને પહાડોમાં આવેલ હોટલો, જંગલોમાં હોટલ-રિસોર્ટ હોય તેવી જગ્યાએ નોકરીમાં અગ્રીમતા આપવામાં આવે છે.તેમણે વધુમાં કહ્યું કે,પર્વતારોહણ માટેના કોર્ષ અને પ્રવૃતિઓનો વધુને વધુ પ્રચાર-પ્રસાર થાય તેવુ સુચન પણ કર્યું હતું. આ કેન્દ્રના ઈન્ચાર્જ ઈન્સસ્ટ્રક્ટર ઉપેન્દ્રસિંહ રાઠોડે શાબ્દિક સ્વાગત અને જીફૈંસ્ના પૂર્વ પ્રિન્સીપાલ કે.પી. રાજપૂતે પ્રસંગોચિત સંબંધોન કર્યું હતુ. ઉપરાંત તાલીમાર્થી વિદ્યાર્થીઓએ પણ પોતાના પ્રતિભાવ આપ્યાં હતા. અંતમાં માનદ ઇન્સ્ટ્રક્ટર ધનરાજ જાેશીએ આભાર વિધિ કરી.આ ખડક ચઢાણ બેઝિક કોર્સમાં ધનરાજ જાેશી, નિલેશ બારૈયા, રોહિત વેગડ, જાગૃતિ ચાવડા, ચુડાસમા પિયુષ, પ્રિયા મ્યાત્રા, પ્રિયા સોલંકીએ માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમનુ ભુપેન્દ્ર નિષાદ અને તૃષ્ણા સાહુએ કર્યું હતું.

error: Content is protected !!