વેરાવળમાંથી ૧ લાખના ચરસના જથ્થા સાથે બે ઝડપાયા

0

ગીર સોમનાથ ર્જીંય્ તથા સીટી પોલીસ દ્વારા વેરાવળની ગરીબ નવાજ સોસાયટીમાંથી ચરસના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લઈને પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આ કિસ્સામાં મુંબઈ અને સ્થાનીક એક શખ્સનું નામ ખુલતા હાલ ચાર શખ્સો સામે વેરાવળ સીટી પોલીસમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લાભરમાં માદક પદાર્થ ચરસ, ગાંજાના સેવનનું દુષણ દિનપ્રતિદિન વધી રહ્યુ હોય અને ખાસ કરીને યુવાધન આ નશામાં ગરકાવ થઈ રહ્યા છે. ત્યારે નશીલા પદાર્થની ગેરકાયદે પ્રવૃત્તિને ડામવા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ર્જીંય્ સહિત તમામ પોલીસ મથકોના અધિકારીઓ દ્વારા કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. દરમ્યાન પોલીસે કરેલ કાર્યવાહીની પ્રાપ્ત વિગત મુજબ ર્જીંય્ તથા સીટી પોલીસનો સ્ટાફ વેરાવળમાં પેટ્રોલિંગ કરી રહેલ દરમ્યાન વેરાવળની ગરીબ નવાઝ કોલોનીમાં સલીમ ઇસ્માઈલના મકાન આસપાસ માદક પદાર્થ ચરસની ગેરકાયદે હેરફેર થઈ રહી હોવાની બાતમી મળી હતી. જેના આધારે ર્જીંય્ પીઆઈ એ.બી.જાડેજા, સીટી પીઆઈ એ.એમ.મકવાણાની સુચનાથી બાતમીવાળા સ્થળ ઉપર સ્ટાફે દરોડો પાડતા ચરસના વેચાણ અર્થે જથ્થો મગાવનાર ગરીબનવાઝ સોસાયટીમાં રહેતો પટણી નજીર પીરભાઈ મલેક તેમજ ચરસનો જથ્થો વેંચાણ માટે સપ્લાય કરવા આવેલો પટણી અફઝલ ઉર્ફે ચીપો સતાર ગોવલ બંન્ને શખ્સોને રૂ.૯૫,૭૦૦ની કિંમતના ૬૩૮ ગ્રામ ચરસના જથ્થા સાથે રંગેહાથ ઝડપી લીધા હતા.
બાદમાં ઝડપાયેલા બંન્ને શખ્સોની પ્રાથમિક પૂછપરછમાં ચરસની હેરાફેરીમાં મૂળ ઉનાના નલિયા માંડવીના અને હાલ મુંબઈ રહેતા આરીફ સીદીક સુમરા તેમજ પ્રભાસપાટણમાં રહેતા પટણી બુરહાન સત્તાર પંજાની પણ સંડોવણી હોવાનું સામે આવી હતી. હાલ બંન્ને ફરાર થઈ ગયા હોવાથી પોલીસ દ્વારા તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ મામલે પકડાયેલા બંન્ને તથા ફરાર બે મળી કુલ ચારેય સામે સીટી પોલીસમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં
આવી છે. પોલીસની વિશેષ પૂછપરછમાં ચરસના જથ્થાની સપ્લાય કરવા આવેલા અફઝલ ઉર્ફે ચિપો સતાર ગોવાલ નામચીન હિસ્ટ્રીશીટર છે અને તેની વિરુદ્ધ વેરાવળ, કેશોદ, પ્રભાસ પાટણ, ચોરવાડ અને જુનાગઢમાં જુદા જુદા છ ગુનાઓ નોંધાયેલા છે.

error: Content is protected !!