૧૪ જાન્યુઆરીનો દિવસ એટલે કે મકરસંક્રાંતિનું પર્વ તરીકે ઓળખાય છે. આવતીકાલે મકરસંક્રાંતિ પર્વની જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ભારે ઉત્સાહથી ઉજવણી કરવામાં આવશે.
સુર્યનો મકર રાશીમાં પ્રવેશ થતો હોય જેથી આ દિવસને મકરસંક્રાંતિ પર્વ તરીકે ઓળખાય છે. સુર્યનો મકર રાશીમાં પ્રવેશ આવતીકાલે તા.૧૪-૧પ જાન્યુ. ર૦ર૪ ના રોજ રાત્રીના ર કલાક અને ૪૪ મિનીટે થશે અને મકરસંક્રાંતિનો પુણ્યકાળ તા.૧પ-૧-ર૪ સોમવારના સુર્યોદયથી સુર્યાસ્ત સુધી છે. આમ મકરસંક્રાંતિ પર્વે આવતીકાલ એટલે કે રવિવારના રોજ પતંગો ચગાવવામાં આવશે. આકાશ રંગબેરંગી પતંગોથી ઉભરાઈ જશે. શિયાળાની ફુલગુલાબી ઠંડીમાં લોકો સવારથી જ મકાનનાં ધાબા ઉપર જશે. નાના બાળકોથી લઈ પરિવારજનો સાથે દિવસ આખો પતંગો ઉડાવશે. એટલું જ નહીં પતંગના પેચ પણ લડાવવામાં આવશે. મકરસંક્રાંતિનાં પર્વને લઈને બજારોમાં આકર્ષક પતંગો જાેવા મળી રહી છે. જૂનાગઢ શહેરની વાત કરીએ તો જૂનાગઢમાં પતંગ ઉડાવવાનો ક્રેઝ વધતો જાય છે. એક માસ અગાઉ બજારોમાં પતંગો જાેવા મળે છે.
જૂનાગઢ શહેરમાં વિવિધ માર્ગો ઉપર પતંગનાં વેંચાણ કેન્દ્રો શરૂ થઈ ગયા છે. તેમજ પતંગ માટેની દોરીની ફિરકીઓ, માંજાે પાયેલ દોરાનું વેચાણ પણ થઈ રહયું છે. જૂનાગઢ શહેરમાં આ વર્ષે આવતીકાલે ઉપરકોટ ખાતે પતંગોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. ૧૪ જાન્યુઆરી એટલે કે આવતીકાલે મકરસંક્રાંતિ પર્વ પ્રસંગે લોકો પતંગ ઉડાડવાની મોજ માણશે અને સોમવારે એટલે કે ૧પ જાન્યુઆરીના દિવસે લોકો પુણ્યદાન સહિતના કાર્યો કરશે. આ સાથેજ મકરસંક્રાંતિ પર્વની સાથેજ કમુહુર્તા પુર્ણ થઈ રહયા છે. અને હવે લગ્નસરાની મૌસમ શરૂ થશે અને આ સાથે જ બજારોમાં તેજીનો દોર શરૂ
થશે.