જૂનાગઢ હિત રક્ષક સમિતિ દ્વારા મુખ્યમંત્રીને લોકોની હાડમારી અંગેનો વિસ્તૃત પત્ર પાઠવી અને રજુઆત કરાઈ : નગરજનોની સમસ્યા જાણવી જ હોય તો વિવિધ વિસ્તારોમાં નગરચર્યા કરવાનું પણ પત્ર દ્વારા આહવાન કરાયું
જૂનાગઢ ખાતે આગામી તા.ર૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજય કક્ષાની ઉજવણી કરવામાં આવનાર છે અને જે અંગેની તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જૂનાગઢના મહેમાન બની રહ્યા છે ત્યારે જૂનાગઢની તેઓની મુલાકાત દરમ્યાન જૂનાગઢ શહેરના અનેકવિધ પ્રશ્ને રજુઆત કરવા માટે જૂનાગઢ હિત રક્ષક સમિતિ દ્વારા એક વિસ્તૃત પત્ર મુખ્યમંત્રીને પાઠવવામાં આવ્યો છે અને તેઓની પાસે જૂનાગઢ શહેરના પ્રશ્નો સાંભળવા માટે ૧૦ મિનીટનો સમય માંગવામાં આવ્યો છે. આ સાથે આ પત્રમાં એવું નમ્રભાવે સુચન પણ કરવામાં આવેલ છે કે, જૂનાગઢ શહેરના સારા રસ્તાઓ અને શણગારેલા માર્ગ ઉપરથી કે જે નક્કી કરાયેલો કાર્યક્રમ છે તે રસ્તા ઉપરથી પસાર થવાને બદલે ચીલ્લો ચાતરી અને જૂનાગઢના અન્ય માર્ગો ઉપર નગરચર્યા માટે આપ જાે નીકળશો તો જૂનાગઢવાસીઓને કોઈપણ પ્રશ્ને રજુઆત કરવી જ નહી પડે અને જૂનાગઢ શહેરની જનતા કેવી હાડમારી અને મુશ્કેલીનો સામનો કરી રહી છે તેનું પ્રત્યેક દર્શન પણ થશે તેવું આ પત્રમાં જણાવેલ છે. જૂનાગઢની મુલાકાત દરમ્યાન હિત રક્ષક સમિતિના પાંચ સભ્યોને ટાઈમ ફાળવવાની વિનંતી કરવામાં આવી છે.
તાજેતરમાં જૂનાગઢ શહેરમાં પ્રજાની દાદ ફરિયાદ અને પ્રશ્નોના નિરાકરણ માટે તેમજ આપણું આ શહેર વધુ વિકાસ અને પ્રગતી કરે તેવી ભાવના સાથે વરિષ્ઠ નાગરિકોની એક બેઠક મળી હતી. જાણીતા એડવોકેટ કિરીટભાઈ સંઘવી અને ધીરૂભાઈ પુરોહિત દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું અને જૂનાગઢ હિત રક્ષક સમિતિના બેનર હેઠળ પ્રથમ બેઠક સફળ રીતે સંપન્ન થઈ હતી અને આ બેઠકમાં પ્રથમ એવું નક્કી કરવામાં આવેલ હતું કે જૂનાગઢ ખાતે મુખ્યમંત્રી મોંઘેરા મહેમાન બની રહ્યા છે ત્યારે જૂનાગઢના પ્રશ્નો અંગે તેઓને રજુઆત કરવી તેવું નક્કી કરવામાં આવેલ હતું. જેના અનુસંધાને જૂનાગઢ હિત રક્ષક સમિતિ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર પાઠવી અને એક વિસ્તૃત રજુઆત કરવામાં આવી છે. આ પત્રમાં વધુમાં જણાવેલ છે કે, જૂનાગઢ હિત રક્ષક સમીતીના પાંચ સભ્યો આપશ્રીને ગાંધીનગરમાં રૂબરૂર મળવા આવેલા હતા અને જૂનાગઢના પ્રાણ પ્રશ્નોની રજુઆત કરી હતી. બાદમાં કલેકટરને ફોન કરીને અમોએ જે રજુઆત કરી તે બાબતનો રીપોર્ટ કલેકટર જૂનાગઢ પાસે માંગેલો હતો. અને અમારી જાણ મુજબ કલેકટરએ આ રીપોર્ટ આપી પણ દિધેલો છે. કલેકટરના રીપોર્ટના અનુસંધાને કમિશ્નરએ વોકળા ઉપરના બાંધકામ સબંધે કેટલીક નોટીસો આપેલી છે અને તેમા ચોકકસ સમય માં બાંધકામ દુર કરવાનુ લખેલુ પણ છે. પરંતુ આવી નોટીસ આપ્યે મહીનાઓ થઈ ગયેલા છે છતાંય કોઈ પણ પ્રકારે વોકળાના કાઠે અનઅધીકૃત બાંધકામ કરનાર જવાબ પણ આપતા નથી અને કોર્પારેશન કાંઈ પગલા પણ ભરતી નથી. આ સંજાેગોમાં આપ સાહેબને નમ્ર વિનંતી છે કે વોકળા ઉપરના ગેરકાનુની બાંધકામ સબંધે કલેકટરએ કરેલા રીપોર્ટના અનુસંધાને આગળની કાર્યવાહી કેમ થઈ નથી તે સબંધે જૂનાગઢ મ્યુનીસીપલ કોર્પારેશનના કમિશ્નર તથા ચુંટાયેલા પ્રતિનીધીઓ પાસેથી વિગત મેળવી તાત્કાલીક આગળની કાર્યવાહી કરવા વિનંતી કરી છે. જૂનાગઢ શહેરમાં છેલ્લા બે વર્ષ ઉપરાંતના સમય થી ભુગર્ભ ગટર યોજનાનું કામ ચાલી રહ્યું છે આ બાબતે જૂનાગઢની સમગ્ર પ્રજામાં ભયંકર રોષ છે માંગનાથ, રોડમાં અને અંબીકા ચોકમાં રાજશાહીના વખતની હયાત ગટરો હોવા છતા તે તોડીને નવી ગટરો કરવામાં આવે છે તે બાબતે ત્યાંના પ્રજા જનોએ ઉગ્ર રોષ દાખવેલ છે અને આ બંને જગ્યાના રહેવાસીઓએ પણ કોઈ સંજાેગોમાં આ ગટર નાખવા નહી દેવાનો ઈન્કાર કરેલો છે ભુગર્ભ ગટર યોજનામાં જયાં જયાં કામકાજ થયુ છે ત્યાં ખોદકામ પછી રસ્તો હોયતેવો પુર્વવત કયાંય થયેલો નથી સમગ્ર શહેરમાં ખોદાયેલા રસ્તાઓમાં ફકત માટી નાખીને સમતલ કરી નાખેલ છે પરંતુ જેવા સીમેન્ટ , કોક્રટના હતા તેવો રસ્તા કોઈ કરવામાં આવતા નથી ગટરના ઢાકણા અડધા ખુલ્લા હોય છે જેથી અકસ્માત અવાર-નવાર થાય છે એક આશા સ્પદ યુવાનનુ આવા અકસ્માતથી મૃત્યું પણ થયેલું છે છતાંય મહાનગર પાલીકાના પેટનું પાણી પણ હલતું નથી. વધુમાં જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરમાં ઘણા લાંબા સમયથી કામકાજ ચાલે છે અને નરસિંહ મહેતા સરોવરનો રસ્તો હાલ એક તરફી કરી નાખવામાં આવેલ છે આથી ટ્રાફીકની સમસ્યા ખુબ જ વધી ગયેલી છે અને સરોવરમાંથી પાણી બહાર કાઢી નાખવામાં આવેલ છે. કોર્પારેશન બ્યુટી ફીકેસનના નામે શું કરી રહી છે તેની કોઈ જાણકારી નગર જનોને અપાતી નથી આજુ બાજુની સોસાયટીના બોરના લેવલ એકદમ નીચા થઈ ગયેલા છે. કારણ કે નરસિંહ મહેતા સરોવરમાં પાણી છે નહી અને કાઢી લેવામાં આવેલ છે. આથી નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફીકેસનનું કામ તાત્કાલીક પુરૂ થવું જરૂરી છે. જૂનાગઢમાં દામોદર કુંડ એકદમ પવિત્ર યાત્રા ધામ છે આધ્યકવિ નરસિંહ મહેતા રોજ વહેલી સવારે ગામમાંથી આવીને ત્યાં ભગવાનને પ્રાર્થના કરતા હતા આ દામોદર કુંડનું આધ્યાત્મીક અને ઐતિહાસીક મહત્વ છે તે દામોદર કુંડનું રીનોવેશ કરવા માટે બે થી ત્રણ કરોડ વાપરી નાખવામાં આવ્યા અને ત્યાર બાદ મીડીયામાં અને પ્રજામાં ઉગ્ર રોષ ઉભો થતા ફરી હતી તેવી પરીસ્થીતી ઉભી કરી દિધેલ. તો જે બે થી ત્રણ કરોડનો ખર્ચ થયેલ છે તે માટે મહાનગર પાલીકાના અધીકારી જવાબદાર છે કે પદાધીકારી ? તે બાબતે વિચારવું જરૂરી છે અને યોગ્ય પગલા ભરવા જાેઈએ. જૂનાગઢની સૌથી અગત્યની સમસ્યા એ જૂનાગઢના રસ્તાઓ છે. રાજય સરકારે જૂનાગઢ કોર્પારેશનને મબલક ગ્રાંટ આપેલી છે જૂનાગઢ આંતર રાષ્ટ્રીય પ્રવાસ ધામ બની ગયેલ છે. ગિરનાર રોપવેમાં દેશ વિદેશના પ્રવાસીઓ આવે છે. ઉપરકોટ અને મોબત મકબરાનું રીનોવેશન ખુબ જ સરસ થઈ ગયેલ છે પરંતુ તેમા કાળો કલંક જૂનાગઢના રસ્તા છે. ભુગર્ભ ગટરના કારણે આખા જૂનાગઢના રસ્તા ખોદાઈ ગયા છે ફકત બે થી પાંચ ઈચ વરસાદ પડે એટલે ડામરના થીગડા મારેલ હોય તે ઉખડી જાય છે. દર વર્ષેની આ સમસ્યા છે કરોડો રૂપીયા રસ્તાના મરામત માટે રાજય સરકારે આપેલ હોવા છતાં રસ્તાઓ ૪ થી ૬ મહીના પણ ચાલતા નથી. આપશ્રીની મુલાકાત જૂનાગઢમાં તા.ર૬-૧-ર૦ર૪ના રોજ થવાની છે એટલે કેટલીક જગ્યાએ રસ્તા રીપેરીગ કરી નાખેલ છે પરંતુ આપ સાહેબને અતિ આગ્રહ ભરી વિનંતી છે અને બે હાથ જાેડીને નમ્ર વિનંતી છે કે એક રાજયના મુખ્યમંત્રી તરીકે જાે આપશ્રી જૂનાગઢના રસ્તાનુ ખરેખર નિરીક્ષણ કરવા માંગતા હોય તો હિત રક્ષક સમીતીના કોઈ પણ સભ્યને સાથે રાખીને અને શકય હોય તો સીકયુરીટી પ્રશ્ને બાદ્ય ન આવતો હોય તો જૂનાગઢના રસ્તામાં સ્કુટર ઉપર સવારી કરીને આપશ્રી નીકળશો તો આ બાબતે અમારે કોઈ રજુઆત કરવાની રહેશે જ નહી. વધુમાં તા.ર૬-૧-ર૦ર૪ના પર્વમાં જૂનાગઢ પધારતી વખતે આપ સાહેબ અચાનક સમય કાઢી ફકત ૩૦ મીનીટ જૂનાગઢના રસ્તાની સ્કુટર મારફત ફરીને નીરીક્ષણ કરશો તો આપ સાહેબને અમારી ફરીયાદનો અર્થ સમજાઈ જશે આપશ્રી જયારે જૂનાગઢ પધારવાના છો ત્યારે જે રસ્તા પર થી આપ પસાર થનાર છો તે રસ્તા અને આજુ બાજુની દિવાલ શણધાર થઈ ગયેલો છે રસ્તા પણ રીપેરીગ કરી નાખેલા છે. આથી આપ સાહેબને સત્ય હકિકત જણાશે નહી. ટાઉન હોલની અને ઘણી જ સરકારી ઈમારતો માં નવેસરથી રંગરોગાન થયું છે તેમાં પણ ભારતીય જનતા પાર્ટીના જાહેરાત કરતા પોસ્ટરો લાગી ગયા છે. એ બાબત સાઈડમાં રાખીને અમો ફકત એટલી જ વિનંતી કરીએ છીએ કે હિત રક્ષક સમીતીના સભ્યોની હાજરીમાં જૂનાગઢના મુખ્ય ત્રણ થી ચાર રસ્તાઓ અમો બતાવવા માંગીએ છીએ કે જયાં રસ્તાો સંપુર્ણ પણે તુટી ગયા છે. રાજય કક્ષાનો પ્રજાસતાક દિન જૂનાગઢમાં ઉજવાય તે રૂડેરો પ્રસંગ છે જૂનાગઢ આખું શણગારાઈ રહ્યું છે તે ચોકકસ પણે આનંદની વાત છે પરંતુ આ બધો ભભકો ફકત એક દિવસ માટેનો છે. આપ સાહેબ જે રૂટમાંથી પસાર થવાના છો તેના રસ્તાઓ અને દિવાલો શુશોભીત કરી નાખી છે પરંતુ બાકીનું શહેર ભયંકર અસુવિધામાં જીવી રહ્યું છે તે નોંધ લેવી જરૂરી છે. જૂનાગઢના બીજા પ્રશ્નોમાં જૂનાગઢમાં મીટર ગેઈઝનું બ્રોડ ગેઇજમાં રૂપાંતર થઈ રહ્યું છે ત્યારે શહેરીની મધ્યમાંથી ૧૧ ગરનાળા એટલે કે અંડર બ્રીજ બની રહ્યા છે જે જૂનાગઢની પ્રજા માટે ખુબ જ હાલાકી ભર્યા છે. જૂનાગઢમાં બે અંડર બ્રીજને કારણે ભયંકર સમસ્યાઓ ઉભી થઈ રહી છે. એક અંડર બ્રીજમાં થયેલા અકસ્માતમાં એક શખ્સના મૃત્યું માટે કોર્પારેશન અને રેલ્વે સામે દાવો ચાલી રહ્યો છે. આ સંજાેગોમાં ગરનાળા નાખવા માટે કોર્પારેશનની મંજુરીની જરૂરીયાત હોવા છતાં કોર્પર્ારેશન સંપુર્ણ પણે મૌન છે જૂનાગઢ હિત રક્ષક સમીતીએ જૂનાગઢના પ૮ કાર્પારેટરને પત્ર લખીને ગરનાળા બાબતે તમો સંમત છો કે કેમ ? તે બાબત પુછાવતા કોઈનો જવાબ આવેલ નથી. તેજ રીતે જૂનાગઢના ઉપરોકત બધા જ પ્રશ્નો સબંધે અમોએ જનતાની અદાલતમાં જૂનાગઢના કમિશ્નર, મેયર, ડે.મેયર, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન, સાસાક પક્ષના દંડક સહીતના બધા જ કોર્પોરેટરને જૂનાગઢના પ્રશ્નો સબંધે જવાબ આપવા માટે જનતાની અદાલતમાં બોલાવેલા છે અને બધાને જૂનાગઢ હિત રક્ષક સમીતીના પત્રો મળી પણ ગયા છે. હજુ સુધી અમોને જનતાની અદાલતમાં તેઓ હાજર રહેશે તેનો કોઈ જવાબ આપવામાં આવેલો નથી. આપશ્રી કોર્પારેશનના અધીકારી અને પદાધીકારીઓને તા.ર૬-૧-ર૦ર૪ના રોજ મળશો ત્યારે આ વાત આપ જણાવશો કે પ્રજાના પ્રશ્નો માટે જનતાની અદાલતમાં જવા માટે કેમ સંકોચ થાય છે તેનો ખુલાસો પણ પુછશો અને આપોઆપ આપની સમક્ષ કોર્પોરેશનની બાજી ખુલ્લી થઈ જશે. મુખ્યમંત્રીને વિસ્તૃત પત્ર જૂનાગઢ હિત રક્ષક સમિતિ દ્વારા પાઠવવામાં આવ્યો છે ત્યારે મુખ્યમંત્રી દ્વારા સમય ફાળવવામાં આવે છે કે કેમ ? તે ઉપર મીટ મંડાયેલી છે.