પોલીસનું બોર્ડ લગાવી કારમાં નીકળેલ શખ્સને સાબલપુર ચોકડીથી ઝડપી લેતી પોલીસ

0

જૂનાગઢ શહેર ટ્રાફિક પોલીસે ગઈકાલે મંગળવારે સવારે ૧૧ વાગ્યાથી સાબલપુર ચોકડી ખાતે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમ્યાન પોલીસ લખેલ એક્રેલિક બોર્ડ સાથેની જીજે-૧૩-એનએન-રપ૬પ નંબરની કાર જૂનાગઢ શહેર તરફથી આવતા ટ્રાફિક પોલીસે આ કારને રોકીને કાર ચાલકને પોલીસમાં હોવાનો આધાર પુરાવો રજુ કરવાનું કહેતા કાર ચાલકે પોતે પોલીસમાં નહી હોવાનું જણાવી પોતે સુરેન્દ્રનગરમાં કેરી બજાર ટાવર પાસે સીટી પોલીસ સ્ટેશન સામે રહેતો ફ્રુટનો વેપારી એઝાઝ ઝાકીરભાઈ ખોજાણી હોવાનું જણાવતા ટ્રાફિક પોલીસે અટક કરી અને પોલીસ લખેલું બોર્ડ કબ્જે કરીને કલમ ૧૭૦ મુજબ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!