જૂનાગઢ : હથિયારના ગુનામાં ચાર વર્ષથી ફરાર આરોપીને રાજકોટ ખાતેથી ઝડપી લેવાયો

0

જૂનાગઢ જીલ્લામાં અલગ-અલગ પોલીસ સ્ટેશનના જુદા-જુદા ગુનાના નાસતા ફરતા આરોપીઓને શોધી પકડી પાડી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના હોય ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ પીઆઈ જે.જે. પટેલ અને તેની ટીમે તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન છેલ્લા ચાર વર્ષથી જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના આર્મ્સ એકટના ગુનામાં ફરાર રાજકોટ રહેતો આરોપી યુવરાજ પ્રતાપભાઈ માંજરીયા રાજકોટ શહેરના હસનવાડી ખાતે હોવાની હકિકત મળતા ક્રાઈમ બ્રાંચની ટીમે સ્થાનિક બાતમીદારોની મદદથી યુવરાજ માંજરીગયાને ઝડપી લઈ વધુ તપાસ માટે બી ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો હતો. આ શખ્સ અગાઉ હત્યા, મારામારીના ગુનામાં ઝડપાયો હતો. તેમજ તેના વિરૂધ્ધ રાજકોટ પ્રદ્યુમનનગર, ગાંધીગ્રામ, ભકિતનગર તેમજ પાળીયાદ, વિસાવદર અને જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ર૦૧૪થી ર૦ર૦ દરમ્યાન વિવિધ ૬ ગુના નોંધાયા હતા.

error: Content is protected !!