કષ્ટભંજન દેવ હનુમાનજીના થાળ ધરી ધ્વજારોહણ કરી સંકલ્પ પુર્ણ કર્યો હતો
ગરવા ગિરનારની ગોદમાં જુના સંતોમાના એક સંત કહી શકાય તેવા ઋક્ષીરાજ આશ્રમ ભરડાવાવ પાસે આવેલ છે. જયાં મહંત પુ. બલરામદાસબાપુ અને તેમના શિષ્યા પુ. મહેશ્વરી દેવીજી દ્વારા માનવ સેવા એજ પ્રભુ સેવાનું સુત્ર ચરિતાર્થ કરી રહ્યા છે અને આ આશ્રમ દ્વારા ગૌશાળ અન્નક્ષેત્ર સહિત વિવિશ્વ સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે. પુ. બલરામદાસ બાપુએ ૧ર વર્ષ કરવામાં આવે છે. પુ. બલરામદાસ બાપુએ ૧ર વર્ષની નાની ઉંમરે નાસીકમાં તેમના ગુરૂદેવ પાસે દિક્ષા લઈ અલખની આરાધના પરમ તત્વની પ્રાપ્તી અને ધ્યાન સાધના માટે જૂનાગઢ ગિરનારની ભૂમિમાં તેઓનું આગમન થયું અને તેઓ દત શિખર ઉપર ભગવાન દતાત્રેયના દર્શન કરી એક વર્ષ ગિરનાર પર્વત ઉપર ગૌમુખી ખાતે અને ત્યાર બાદ ૧ વર્ષ પથ્થર ચેટી આશ્રમમાં ધ્યાન સાધના કરી સેવાદાસ આશ્રમમાં પણ સાધના કરી અને સતત રર વર્ષ શેષાવનમાં આવેલ પ્રાચીન ગિરનારી ગુફામાં જે ટાટમગીરી બાપુની ગુફા તરીકે જાણીતી છે ત્યાં તપ સાધના કરેલ અને જાણવા મળતી વિગત મુજબ આ ગુફા સ્વયંભુ ગુફા છે. પુ. બલરામબાપુએ ૮ વર્ષ પહેલા ત્રણ સંકલ્પો કરેલ જેમાં ઋષીરાજ આશ્રમની સ્થાપના ગૌશાળા અને અન્નક્ષેત્ર શરૂ કરવા માટે આ સંકલ્પ પુર્ણ થાય એટલે પોતે મનોમન એક વિચાર આવે કે મારે જૂનાગઢથી પદયાત્રા કરી પગપાળા