જૂનાગઢમાં ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે એકાત્મ પુસ્તકનું વિમોચન કરાયું

0

તાજેતરમાં ભૂતનાથ મહાદેવ મંદિર જૂનાગઢના સત્સંગ હોલમાં વર્ષાબેન જાેષી સંકલીત પુસ્તક ‘એકાત્મ’ના વિમોચનનો કાર્યક્રમ કેશોદના જગન્નાથ પરિવાર દ્વારા યોજવામાં આવેલો. આ પ્રસંગે પૂ. રમેશભાઈ ઓઝા એ ‘એકાત્મ’ પુસ્તકને રતિદાદાની દિવ્ય ચેતનાની પ્રસાદી સ્વરૂપ ગણાવી શુભેચ્છાઓ પાઠવી હતી. જગન્નાથ પરિવાર કેશોદ દ્વારા થયેલ આ આયોજન પ્રસંગે પૂ. શેરનાથ બાપુએ આશીર્વચન પાઠવતા જણાવેલું કે પૂ. રતિદાદા જાેષી ગિરનારી સાધક હતા. તેઓ આપણા વિસ્તારની પરમ વૈભવી ચેતના હતા. તેમનો વિશાળ શિષ્ય-સેવક પરિવાર તેમની કૃપા દ્રષ્ટિનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે. પૂ. રતિદાદા જાેષીદ્‌ના વિશાળ ભાવક સમુદાયને સંબોધતા પ્રસિદ્ધ કથાકાર શાસ્ત્રી ડો. મહાદેવ પ્રસાદ મહેતાએ જણાવેલ કે પૂ. રતિદાદા જ્યોતિષશાસ્ત્રનું ઊંડું જ્ઞાન ધરાવતા હતા. પ્રખર વિદ્વાન સાધક કેટલા સરળ હોય તેમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂ. દાદા હતા. આ તકે કમંડળ કુંડ, ગિરનારના મહંત મહેશગીરી બાપુએ જણાવેલું કે પૂ. રતિદાદાની દિવ્ય ચેતના હજુ પણ આપણી વચ્ચે જ છે અને તેથી જ આપણે આ પ્રકારના સારા કાર્યક્રમના સહભાગી બની શક્યા છીએ. પરમ સાધક પૂ. રતિદાદાની ચેતના સદાય આપણને માર્ગદર્શિત કરતી રહી અને કરતી રહેશે. આ તકે મેંદરડાથી સુખરામ બાપુ, કપૂરડી નેસથી શેખરમુનિજી, ખોરાસાથી જગદીશભાઈ શુક્લ, જનકભાઈ પુરોહિત, ગિરનાર પત્થરચટીના મહંત હિતેષભાઈ, આલિધ્રા આશ્રમથી મુળુભાઈ વગેરે ધાર્મિક-સામાજિક સંસ્થાના ટ્રસ્ટીઓ તેમજ કેળવણીકારો ઉપસ્થિત રહ્યા હતા. આ ગ્રંથને શુભેચ્છા પાઠવતા હેમાબહેન આચાર્યએ જણાવેલું કે ગિરનારની ગોષ્ઠી કરનાર આ સાધકની સાધનાથી એક આભા મંડળ નિર્માણ પામેલું. તેમની સાધનાની અનુભૂતિથી અનેક લોકોના જીવન ધન્ય બનવા પામ્યા. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને પ્રસિદ્ધ કથાકાર પંકજ રાવલએ જણાવેલું કે પૂ. રતિદાદા જગન્નાથજીના પરમ ઉપાસક રહ્યા છે. તેમના સંવાદોને સંકલિત કરી પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવાનો આ પ્રસંગ જ ભવ્ય છે.

error: Content is protected !!