જૂનાગઢમાં છેલ્લા ૫ાંચ વર્ષથી પત્રકારત્વ કરતા યુવા પત્રકાર અમાર બખાઈનો આજે જન્મદિવસ

0

જૂનાગઢના તરવરીયા પત્રકાર અમર બખાઈનો આજે ૨૪મો જન્મ દિવસ છે પરંતુ તે કેવો નસીબદાર છે કે, માતા પુત્રનો એક જ દિવસે જન્મદિવસ છે. અમાર બખાઈની માતા અમીનાબેન બખાઈનો પણ આજે જન્મદિવસ છે ત્યારે અમારએ પણ તેની માતાના જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે. નાનપણથી પત્રકાર બનવાના સપના સાથે રહેલ યુવાન અમાર બખાઈ છેલ્લા ૫ વર્ષથી જૂનાગઢ શહેરમાં પત્રકારિતા કરી રહ્યા છે. અમાર બખાઈના પિતા આસિફભાઈ બખાઈ પોલીસ વિભાગમાં ૩૫ વર્ષ ફરજ બજાવી ચૂક્યા છે પરંતુ હાલ તે દુનિયામાં હયાત નથી પરંતુ પિતાનું નામ પુત્રએ નાની ઉંમરમાં રોશન કર્યું છે. યુવા પત્રકારની વાત એવી છે કે, તેને ભણવામાં રસ નહોતો પરંતુ તેને મોટી બેન તેસીનાએ તેમને ભણવામાં ખૂબ મહેનત કરાવીને ધો.૧૨ પાસ કરાવ્યું અને મોટા ભાઈ તોફિકએ પણ નાના ભાઈ અમારને આગળ લઈ આવવામાં મહેનત કરી છે. નાનપણથી ટીવી ચેનલમાં સમાચાર જાેઈ અને પોતે સમાચાર બોલતો અને બાદમાં પત્રકાર બનવાનું સપનું તેનું સાકાર થયું છે અને મીડિયામાં તે ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે. હાલ તે જૂનાગઢ શહેરમાં પત્રકારિતા કરી રહ્યા છે અને ખાનગી સેટેલાઈટ ન્યૂઝ ચેનલમાં ફરજ બજાવે છે. નાની ઉંમરમાં પરિવારનું નામ રોશન કર્યું છે જયારે આજે તેમનો જન્મદિવસ છે ત્યારે મિત્ર સર્કલ, પરિવારજન અને ચાહકગણ તરફથી તેમને જન્મદિવસની ખુબ ખુબ શુભકામના પાઠવવામાં આવી રહી છે. આજના દિવસે અલ્લાહ અને પ્રભુ પાસે એજ પ્રાર્થના કે, અમાર બખાઈ તેમની જિંદગીમાં આગળ વધે અને આજ રીતની નામના મેળવતા રહે અને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

error: Content is protected !!