જૂનાગઢ શહેરમાં જમાલવાડી ખાડીયા વિસ્તારમાં ગઈકાલે બનેલા બનાવમાં ધંધાખારના પરિણામે હુમલાનો બનાવ બન્યો હતો. જેમાં છરી, તલવાર અને લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી ગુનો કરવા અંગે ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, ફરિયાદી ખેરૂનબેન ઈકબાલખાન અશરફખાન પઠાણ(ઉ.વ.૪૦) રહે.જમાલવાડી ખાડીયા, અશોક નર્સરીબાગની સામે વાળાએ અબુ હમીદ કુરેશી, શાહનવાઝ અબુ કુરેશી, સરફરાજ અબુ કુરેશી, મુકતાર અબુ કુરેશી રહે.બધા જમાલવાડી વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદી તથા આરોપીઓએ બાજુ બાજુમાં કરીયાણાની દુકાનો આવેલ હોય જેનોધંધા ખાર રાખીને આરોપીઓએ ફરિયાદી તથા સાહેદોને ગાળો આપી આરોપી નં-૧નાએ ફરિયાદી તથા સાહેદ ઈકબાલખાને છરીના ઘા મારીના પેટના તહા વાંસામાં જીવલેણ ઈજાઓ કરી આરોપી નં-રનાઓએ તલવારથી માર મારી તથા નં-૩નાએ લાકડાના ધોકાથી તથા નં-૪નાઓએ લોખંડનો પાઈપથી ફરિયાદી તથા સાહેદોને મારી ઈજાઓ કરી એકબીજાને ગુનો કરવામાં મદદગારી કરી અધિ.જીલ્લા.મેજી. જૂનાગઢના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૩૦૭, ૩ર૪, ૩ર૩, ર૯૪(ખ), ૧૧૪, જીપીએકટ ૧૩પ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ પીએસઆઈ વી.જે. સાવજ ચલાવી રહ્યા છે.