ટોબરા ગામે નુતન વર્ષ ૨૦૨૪નું ખોડલધામ સમિતિ દ્વારા ભવ્ય, સુંદર સ્નેહમિલન, વન ભોજનનો કાર્યક્રમ યોજાયો

0

આ પ્રસંગે તાલાળા તાલુકાના સમાજના વરિષ્ઠ આગેવાન અને તાલુકાનું ગૌરવ એવા દામજી બાપા સાવલિયા, તાલુકા કન્વીનર નિતેશભાઈ ઘાડીયા, હરસુખભાઈ પટોડીયા, નંદલાલભાઈ રાદડિયા, પોપટ બાપા તળાવીય સાથે સમગ્ર તાલુકાના ખોડલધામ ગ્રામ્ય સમિતિના કન્વીનર સહ કન્વીનર બહેનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સુંદર બનાવ્યો હતો. સાથે ઉનાથી મહિલા આગેવાન સેજલબેન ખૂટ પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે મહિલા કન્વીનર વર્ષાબેન લક્કડ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દિપાવવા માટે ટોબરા ગામના ખોડલધામ સમિતિના કન્વીનર હરસુખભાઈ ગોંડલીયા તેમજ હિતેશભાઈ પીપળીયા તાલુકા સહ કન્વીનર તેમજ અરવિંદભાઈ પીપળીયા ગામના આગેવાન લાલજીભાઈ સાંગાણી, વિકાસભાઈ પીપળીયા, ગોરધનભાઈ મોવલિયા, પ્રવીણભાઈ સાંગાણી, બાબુભાઈ મોવલીયા, દામજીભાઈ ઉંધાદ તેમજ ગ્રામ્ય સમિતિના યુવાનોએ ખુબ સરસ મજાનો કાર્યક્રમ ગોઠવો હતો. આ કાર્યક્રમમાં સમાજને સંગઠનની ભાવના સાથે શિક્ષણ અને આવનારા દિવસોમાં નવું જનરેશન ખેતીવાડી સાથે ઉદ્યોગ શિક્ષણમાં આગળ વધે તેવી સમાજના આગેવાનોએ અપીલ કરી હતી. સમાજના દિકરા દીકરીઓની લગ્ન બાબતની પણ સમાજ ચિંતા વ્યક્ત કરી હતી સાથે તાલુકાના તમામ ગામના લોકોએ આ કાર્યક્રમમાં ભાગ-૨ કાર્યક્રમ અને રૂડો બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે સુંદર મજાનું વન ભોજનનો પણ આયોજન કર્યું હતું અને સાથે બહેનો દ્વારા રાસને પણ રમઝટ બોલાવી કાર્યક્રમને અતિ રૂડો બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં આવનારા સમયમાં ખોડલધામ દ્વારા જે કેન્સર હોસ્પિટલનું આયોજન કરવામાં આવ્યું છે તેના ખાતમુરતમાં તા.૨૧-૧-૨૪ના રોજ તાલાળા તાલુકામાંથી ખૂબ જ યુવાનો આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે જાય એવી પણ અપીલ કરવામાં આવી છે. આ સાથે આગેવાન દ્વારા પણ ભારતીય કિસાન સંઘના પ્રમુખ ભરતભાઈ સોજીત્રા પણ ઉપસ્થિત રહી સમાજ વધતી સમસ્યાઓની પણ ચિંતા વ્યક્ત કરી હતી અને તમામ આગેવાનોએ સમાજના કોઈપણ કાર્યક્રમમાં કોઈ પણ લોકોને કાંઈ પણ જરૂરિયાત પડે તો સાથ અને સહકાર આપવા માટે લોકોને અપીલ કરી હતી. આ કાર્યક્રમનું સંપૂર્ણ એન્કરિંગ જીતુભાઈ ચોથાણી સંભાળ્યું હતું સાથે ધર્મેશભાઈ વાવૈયા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યકર્મને રૂડો બનાવ્યો હતો.(તસ્વીર ઃ જાદવભાઈ ચુડાસમા)

error: Content is protected !!