પ્રાચી તીર્થ ખાતે સદગુરૂ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ તથા હાર્ડવૈદ નિદાન કેમ્પ તથા જનરલ ચેક કપ કેમ્પ યોજાયો

0

પ્રાચી તીર્થ ખાતે સદગુરૂ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ શ્રી કોળી સમાજ ભવન પ્રાચી ખાતે યોજાયો હતો. આ કેમ્પમાં આજુબાજુ વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પના દાતા મનુભા કાનાજી પરમાર અમરાપુર તથા તેમનો પરિવાર તથા શ્રી પાધેશ્વરી આશ્રમ મટાણાના ઉપવાસી સંત કરસનદાસ બાપુ તથા ડો.વિવેકભાઈ તથા ડો. ભગીરથસિંહ રાઠોડ તથા અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પરિવારજનોના કર કમલો દ્વારા દિપ પ્રાગટય કરી તથા ગાયત્રી પરિવારના કાર્યકર્તા પત્રકાર જાદવભાઇ ચુડાસમાએ કેમ્પને ઉદ્‌બોધન કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ તકે સદગુરૂ નેત્ર નિદાન કેમ્પના સેવા સમિતિના કાર્યકર્તા ડોક્ટર વજુભાઈ પરમાર ગોરખમઢી તથા મેરામણભાઇ મોરી આલીધ્રાનું દુઃખદ અવસાન થતા તેમના દિવ્ય આત્માને શાંતિ માટે વિશ્વના કલ્યાણ તથા સૌનો સદબુદ્ધિ તથા ઉજજવળ ભવિષ્ય તથા ગાયત્રી મહામંત્ર તથા પાંચ મહામૃત્યુંજય મંત્રનો સામુહિક જાપ કરવામાં આવેલ તથા બે મિનિટનું મૌન પાડવામાં આવેલ હતું તથા ગાયત્રી પરિવારના સંસ્થાપક વેદમુર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના જીવન સંદેશ આવેલ લોકોને હૃદય ગંમ કરવા આહવાન કરેલ હતું. આ કેમ્પના ડો. વિવેકભાઇએ કુલ ૨૪૮ દર્દીઓને તપાસી જેમાંથી ૬૫ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઇ ગયેલ હતા તથા હાર્ડવૈદ રવિરાજ બેરડીયા તાલાળા તથા મિલનભાઈ ચોવટીયા પ્રાચી પગ સાંધાના દુઃખાવાના ૪૦ દર્દીને તપાસી સારવાર આપી હતી. ડો.ભગીરથસિંહ રાઠોડે ૮૦ દર્દીઓને તપાસી અને વિના મૂલ્યે દવા આપી હતી. આ તકે દાતા તરફથી સૌના માટે ચા – પાણી તથા સાદા સુંદર ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે કાનાભાઈ સોલંકી(બોસન), નાથાભાઇ સોલંકી(થરેલી), નારણભાઈ વાળા(પાધરૂકા), નરસિંહભાઈ વાઢેર છગિયા, રોહિતભાઈ દરબાર અમરાપુર, રાહુલભાઈ રાઠોડ બોસન, ભલુભાઈ વાળા બોસન, બીપીનભાઈ જાની ચ્યવન ઋષિ આશ્રમ સુત્રાપાડા, વાલાભાઈ કંટાળા, દિવાળીબેન પ્રાંચી સોનીબેન ગોરખમઢી, પત્રકાર જાદવભાઈ ચુડાસમા, રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિના સેવાભાવી ભાઇ-બહેનો દ્વારા ખુબ જ જહેમત ઉઠાવીને આ કેમ્પને સફળ બનાવ્યો હતો.(તસ્વીર ઃ જાદવભાઈ ચુડાસમા)

error: Content is protected !!