સમસ્ત સનાતની હિન્દુ માટે એક ઐતિહાસિક ક્ષણ છે જેનો આનંદ અને ઉત્સાહ સમગ્ર ભારતમાં જાેવા મળશે. ભગવાન શ્રી રામના પરમભક્ત એવા મીઠાપુર તાતા કંપનીના મેઈન ગેટની સામે બિરાજમાન શ્રી ચમત્કારી હનુમાનજી મંદિરે અવિરત ધ્વજારોહણ તેમજ શ્રી રામધૂનનું આયોજન કરેલ છે. સવારના ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી વૈદિક મંત્રોચ્ચાર સાથે વિવિધ યજમાનો દ્વારા અવિરત કુલ ૮ ધ્વજારોહણ કરી અયોધ્યામાં થનાર ઐતિહાસિક ક્ષણના સહભાગી બનશું. તા.૨૨-૧-૨૦૨૪ને સોમવારના અયોધ્યામાં થનાર ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની મીઠાપુર શ્રી ચમત્કારી હનુમાનજી મંદિરે આખો દિવસ વૈદિક મંત્રોચ્ચાર કરી અવિરત ધ્વજારોહણ કરી ઉજવણી કરશું અને સાથે આખો દિવસ પ્રભુપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ શ્રી ચમત્કારી હનુમાનજી મંદિર – તાતા કેમિકલ્સ મેઈન ગેટ ની સામે – મીઠાપુર ખાતે તા.૨૨-૦૧-૨૦૨૪ને સોમવાર સવારે ૭ઃ૦૦ વાગ્યાથી સાંજે ૬ઃ૦૦ વાગ્યા સુધી શ્રી ધ્વજાજી પૂજન તેમજ ધ્વજારોહણ રાત્રે ૧૦ઃ૦૦ વાગ્યે સંગીતમય શ્રી રામધૂન યોજાશે તેમ એક યાદીમાં જણાવેલ છે.